હાલોલના ગાંધી ચોક ખાતે હિમજા માતાજીનો પાટોત્સવ ભક્તિસભર વાતાવરણમાં ઉજવાયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૯.૨૦૨૬

હાલોલ નગર ની મધ્યમાં ગાંધી ચોક ખાતે આવેલ હિમજા માતાના મંદિર પરિષદમાં આજે હાલોલ શ્રી દશા ઝારોળા વણિક તેમજ બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા હિમજા માતાજીના પાટ ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.હાલોલ દશા ઝારોળા વણિક જ્ઞાતિ સમાજ તથા દશા વિશા ઝારોળા બ્રાહ્મણ સમાજ ના કુળ દેવી એવા હિમજા માતા ના પાટોત્સવ નિમિત્તે જ્ઞાતિ સમાજના તેમજ માતાજીના ભકતો દ્વારા આજે ભાદરવા સુદ છઠ ની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં હાલોલ નગર ની મધ્યમાં ગાંધી ચોક ખાતે આવેલ હિમજા માતાના મંદિર પરીસદ માં કરવામાં આવી હતી.હીમજા માતાનું પ્રાગટ્ય સ્થાન દેવ તાલુકાના રાધનપુર ગામે આવેલ છે. અને માતાજીની પૂજા છેલ્લી પાંચ પેઢી ઉપરાંત થી ત્રિવેદી પરિવાર કરે છે. મહાવદ તેરસ થી મહાવદ એકમ સુધી અહીં મેળો ભરાય છે. માતાજીના ભક્તો ગુજરાત સહીત પાડોશી રાજ્યોમાં બોહળો છે. પ્રતિ વર્ષે ભાદરવા સુદ છઠ નાં દિવસે હાલોલ નગર સહિત પંથકમાં વસતા શ્રી દશા ઝારોલા જ્ઞાતિ સમાજના લોકો તેમના કુળ દેવી હિમજા માતાજીના નાં પાટોત્સવની ઉજવણી કરે છે. જે અંતર્ગત આજે ગુરુવાર ના રોજ વહેલી સવારથી જ માતાજીના ભકતો નગરના મધ્યમ માં આવેલા ગાંધીચોક ખાતે આવેલ હીમજા માતા ના મદિરે ઉમટી પડયા હતા. ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતાને અનુભવી હતી. વહેલી સવારે 6.30 કલાકે માતાજીની કેસર સ્નાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ માતાજીની પૂજા, અર્ચના પ્રાર્થના કરી સવારે દશ કલાકે મંદિર પરિસર માં યજ્ઞ નો આરંભ કરવામાં આવ્યો હતો. યોજાયેલ યજ્ઞમાં દંપતીઓએ હવન કુંડમાં આહુતિ આપી હતી. જે સાંજે યજ્ઞ સાંજે પાંચ કલાકે શાસ્ત્રોક વિધીવધ વૈદિક મંત્રોચાર સાથે હવન કુંડમાં શ્રીફળ હોમી યજ્ઞનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં બાબુભાઇ શાસ્ત્રીએ ઉપસ્થિત સૌને આશીર્વાદ આપ્યા હતા. શ્રી દશા ઝારોળા જ્ઞાતિ સમાજના લોકો એ સાંજે બ્રાહ્મણ સમાજની વાડીમાં સમૂહ ભોજન ( પ્રસાદી) નું આયોજન કરવામાં આવ્યું હતું. આમ માતાજીના ભકતો એ ભાદરવા સુદ છઠ ની ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે ભક્તિસભર વાતાવરણ માં કરવામાં આવી હતી.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો