વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – રાપર કચ્છ.
રાપર,તા-૧૭ સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે રાપર ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ રાપર શહેર અને તાલુકામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પના આયોજન સાથે સલારી ખાતે વન વિભાગ દ્વારા તાલુકા કક્ષાના વન મહોત્સવમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સલારી બસ સ્ટેન્ડ તથા મેટાસરી મહાદેવ મંદિરના ગેટનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાંદિપની વિધા મંદિર ખાતે વિધાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. રાપર પાંજરાપોળ ખાતે ગાયોને ઘાસચારો અને ગોળનું નિરણ કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય સેવા સંગઠન ખાતે દિવ્યાંગોને અલ્પાહાર તથા રાપર નગરપાલિકા આયોજિત નગાસર તળાવ ખાતે નાગેશ્ચર મંદિરે દીવડાઓનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.











