જામનગરમાં શ્રાવણી મેળો પૂર્ણ થયા બાદ પ્રદર્શન મેદાનમાં દબાણો દૂર કરવાની કામગીરી

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ પાંચથી છ ઝૂંપડા અને પાંચ રેકડી-પથારા હટાવી મેદાન ખાલી કરાવ્યું

જામનગર તા ૧૭, જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો પૂર્ણ થયા બાદ પણ કેટલાક રેકડી-પથારાવાળાઓ તેમજ અન્ય દબાણકર્તાઓ દ્વારા સ્થળ ખાલી કરવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત કેટલાક ઝૂંપડપટ્ટીવાસીઓએ પણ પ્રદર્શન મેદાનની અંદર ગેરકાયદે ઝૂંપડા ઉભા કરી દબાણ કરી લીધું હતું.
આ અંગે આજે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા પ્રદર્શન મેદાનમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મેદાનની અંદર તપાસ દરમિયાન દબાણ કરીને બનાવવામાં આવેલા આશરે પાંચથી છ જેટલા ઝૂંપડા દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
આ ઉપરાંત લાંબા સમયથી મેદાનમાં અડિંગો જમાવીને પડેલા આશરે પાંચ જેટલા રેકડી-પથારા પણ એસ્ટેટ શાખાની ટીમે જપ્ત કરી મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવ્યા હતા. શ્રાવણી મેળા બાદ પ્રદર્શન મેદાનને ફરીથી સ્વચ્છ અને ખુલ્લું કરવાની કામગીરીના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
દરમિયાન પ્રદર્શન મેદાનની બહાર મુખ્ય માર્ગ પર પણ કેટલાક રેકડી-પથારાવાળાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાન પર આવતા એસ્ટેટ શાખાની ટીમે ત્યાં પણ કાર્યવાહી હાથ ધરી દબાણો હટાવ્યા હતા. મહાનગરપાલિકા દ્વારા જાહેર માર્ગો તથા જાહેર ઉપયોગની જગ્યાઓ પર થયેલા દબાણો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો