વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – લખપત કચ્છ.
લખપત,તા-૧૭ સપ્ટેમ્બર : લખપત તાલુકાનાં દયાપર-૬ આંગણવાડી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં જન્મદિવસ નિમિત્તે તથા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગંત આંગણવાડીનાં ભૂલકાઓ સાથે કેક કાપીને ચોકલેટ વિતરણ કરીને સગર્ભા મહિલાઓને કીટ વિતરણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે આંગણવાડીનાં પ્રાંગણમાં “એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આગેવાન જયંતિભાઈ શેખાણી, દિનેશભાઇ રૂપાણી અને CDPO શિલ્પાબેન સંઘાર તથા આંગણવાડીનાં વર્કર અને હેલ્પર તથા સ્થાનિક લાભાર્થી મહિલાઓ જોડાઇ હતી.











