વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ.
ભુજ,તા-૧૭ સપ્ટેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર કચ્છ જિલ્લામાં આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ વિવિધ આરોગ્યલક્ષી અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે “અંગદાન મહાદાન” અને “રક્તદાન મહાદાન”ના સંદેશ સાથે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ અંગદાન અને રક્તદાન અંગે શપથવિધિ યોજવામાં આવી હતી.અંગદાનના મહત્વ અંગે લોકોને પ્રાથમિક સમજ આપવામાં આવી હતી. મૃત્યુ બાદ પણ અંગદાન દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિને જીવનની નવી તક મળી શકે છે તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે “અંગદાન કરો, જીવનદાન આપો”નો સંદેશ આપવામાં આવ્યો હતો.
વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં શપથવિધિ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુખપર ખાતે “અંગદાન મહાદાન, રક્તદાન મહાદાન” અંગે શપથવિધિ યોજાઈ હતી અને અંગદાન તથા રક્તદાનના મહત્વ અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમા ખાતે પણ અંગદાન અને રક્તદાન અંગે શપથ લેવડાવવામાં આવી હતી. ઉપસ્થિત લોકોને અંગદાનના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફતેહગઢ, રાપર ખાતે “સેવા મેરા યોગદાન”ના સંદેશ સાથે અંગદાન મહાદાન અને રક્તદાન મહાદાન અંગે શપથવિધિ યોજાઈ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધાપર ખાતે અંગદાનના મહત્વ અંગે લોકોને સમજ આપવામાં આવી હતી તથા “અંગદાન મહાદાન”ની શપથ લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે “અંગદાન કરો, જીવનદાન આપો”નો સંદેશ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભીરંડીયારા ખાતે પણ અંગદાન મહાદાન અને રક્તદાન મહાદાન અંગે શપથવિધિ યોજાઈ હતી.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાંદ્રાણી, અંજાર ખાતે “સેવા મેરા યોગદાન” સાથે અંગદાન અને રક્તદાન અંગે શપથવિધિ યોજાઈ હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દીનારા ખાતે અંગદાનના મહત્વ અંગે સમજ આપવામાં આવી હતી અને અંગદાન મહાદાનની શપથ લેવડાવવામાં આવી હતી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળાવીરા ખાતે “અંગદાન-મહાદાન”ના સૂત્ર સાથે શપથવિધિ યોજાઈ હતી. આ પ્રસંગે લોકોને અંગદાન અંગે પ્રાથમિક માહિતી આપી તેના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.જનભાગીદારીથી આરોગ્ય જાગૃતિને વેગ સમગ્ર કચ્છ જિલ્લામાં યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા અંગદાન અને રક્તદાન જેવા મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી વિષયો અંગે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, તબીબી અધિકારીઓ, આરોગ્યકર્મીઓ તથા નાગરિકોએ વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.અંગદાન દ્વારા મૃત્યુ બાદ પણ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિને જીવનની નવી તક મળી શકે છે, જ્યારે રક્તદાનથી જરૂરિયાતના સમયે દર્દીના જીવનને બચાવવામાં મદદ મળી શકે છે. આ બંને સેવાકીય પ્રવૃત્તિઓ માનવતાની ભાવનાને મજબૂત બનાવે છે. કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નાગરિકોને અંગદાન અને રક્તદાન અંગે યોગ્ય માહિતી મેળવી વધુમાં વધુ લોકો સુધી આ સંદેશ પહોંચાડવા તથા આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.










