MORBI:મોરબી સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તી રમતા ૭ જુગારીઓ ₹૫૩ હજારથી વધુની રોકડ સાથે ઝડપાયા

મોરબી: સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપત્તી રમતા ૭ જુગારીઓ ₹૫૩ હજારથી વધુની રોકડ સાથે ઝડપાયા

મોરબી:શહેરમાં જુગાર પ્રવૃત્તિ સામે કડક વલણ અપનાવતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસે લિલાપર કેનાલ રોડ પરથી સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા સાત શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

​મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે લિલાપર કેનાલ રોડ, એસ. પી. રોડના નાકા પાસે આવેલા ફીંદલની વાડી, બોરીયાપાટી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ સ્થળે સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લામાં તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા ૭ શખ્સો ઝડપાઇ ગયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કુલ ₹૫૩,૦૮૦ ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ઝડપાયેલા આરોપીઓ: ​રાજેશભાઇ ઘેલાભાઈ કંજારીયા​ભગવાનજીભાઈ અવચરભાઈ નકુમ -​સુરેશભાઈ લખમણભાઈ નકુમ -સંજયભાઈ અરજણભાઈ જાદવ​દેવરાજભાઈ મુળજીભાઇ પરમાર – ​નારણભાઈ છગનભાઈ પરમાર​ -જગદીશભાઈ દામજીભાઇ ડાભી (તમામ રહેવાસી: બોરીયાપાટી વિસ્તાર, મોરબી)

​પોલીસે સાતેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો