MORBI:મોરબીના રંગપર (બેલા) સીમમાં શોપિંગ સેન્ટરની દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: અન્ય એક ફરાર

MORBI:મોરબીના રંગપર (બેલા) સીમમાં શોપિંગ સેન્ટરની દુકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: અન્ય એક ફરાર

મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રંગપર (બેલા) ગામની સીમમાં દરોડો પાડી શોપિંગ સેન્ટરની દુકાનમાંથી ₹52,362 ની કિંમતની 472 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ જતાં તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન રંગપર (બેલા) ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપ સામે આવેલા એક શોપિંગ સેન્ટરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનમાં હિરશભાઈ ભવરલાલ અહારી નામના શખ્સે વેચાણના ઈરાદે ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે દુકાનની તલાશી લેતા ત્યાંથી કુલ 472 બોટલ વિદેશી દારૂ (કિંમત ₹52,362) મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આરોપી હિરશભાઈ ભવરલાલ અહારી (રહે. રંગપર (બેલા) ગામની સીમ, મોરબી)ની સ્થળ પરથી અટકાયત કરી હતી.

ઝડપાયેલા આરોપીની સઘન પૂછપરછ દરમિયાન આ ગુનામાં અઝરૂદ્દીન અકબરભાઈ જામ (રહે. બેલા (આમરણ), તા.જી. મોરબી) નામના અન્ય એક શખ્સની સંડોવણી હોવાનું ખુલ્યું હતું. આ મામલે તાલુકા પોલીસે બંને શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, ફરાર આરોપી અઝરૂદ્દીનને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો