સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ખંભાળિયામાં જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર અને અંગદાન શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો

માહિતી બ્યુરો, દેવભુમિ દ્વારકા

રક્તદાન એ માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ છે. અકસ્માતો, પ્રસૂતિ, સર્જરી, થેલેસેમિયા સહિતની વિવિધ તબીબી પરિસ્થિતિમાં દર્દીઓને સમયસર રક્ત મળી રહે તે માટે સ્વૈચ્છિક રક્તદાનનું વિશેષ મહત્વ છે. સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ખંભાળિયામાં જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી. જનરલ હોસ્પિટલમાં યોજાયેલ આ શિબિરમાં નાગરિકોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. આ સેવાકાર્યેને પ્રોત્સાહિત કરવા માટે શ્રી મયુરભાઈ ગઢવી અને અન્ય સ્થાનિક અગ્રણીઓ, જિલ્લા કલેક્ટરશ્રી રાજેશ તન્ના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.પી.જોશી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. ‘સેવા મેરા યોગદાન’ હેઠળ સામાજિક કાર્યોની વ્યક્તિગત જવાબદારીને સ્વિકારીને ઉપસ્થિતોએ અંગદાન માટેના શપથ લીધાં હતા.

29
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો