ગોધરા તાલુકાના સુખિયાપુરીના ગ્રામજનો દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના જન્મ દિવસની અનોખી ઉજવણી.

તારીખ ૧૮/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીના જન્મ દિવસની ઉજવણી સમગ્ર ભારતભરમાં થઈ રહી છે ત્યારે ગુજરાતનું એક નાનકડું ગામડું કે જે મોદીજીના વિકસિત ભારતને ખરેખર ચરિતાર્થ કરી રહ્યું છે. બધા જ પ્રકારની સુવિધાઓથી સજ્જ સુખિયાપુરી ગામ શિક્ષણ સહિતના વિકાસને અનુસરીને આજે પ્રેરકબળ બની ચૂક્યું છે. મોદીજીના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર ગ્રામજનોએ એક સાથે મળી માઁ આશાપુરા મંદિર માર્ગની સફાઈ કરી હતી. જેમાં ગામના સરપંચ નયનકુમાર ચૌહાણ, વડીલો, માતાઓ, બહેનો અને શાળાના બાળકોએ વ્યાપક ઉપસ્થિતિ આપી હતી. વળી, ગ્રામજનોએ માઁ આશાપુરાની હાથમાં દીવો લઈ મહાઆરતી ઉતારી પ્રધાનસેવક મોદીજીના દીર્ઘાયુષ્યની મંગલ કામના કરી હતી.

29
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો