બોડેલી માં તા ૨૫ સપ્ટેમ્બર ના રોજ ગણેશ વિસર્જન ને ધ્યાનમાં રાખીને બોડેલી પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ ની બેઠક મળી હતી જેમાં ગણેશ ઉત્સવ ના આયોજકો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક માં ગણેશ વિસર્જન દરમિયાન કાયદો અને શાંતિ પૂર્ણ મહાલો માં ગણેશ વિસર્જન સંપન્ન થાય તે અંગેની ચર્ચા કરાઈ હતી.
બોડેલી પોલીસ સ્ટેશન ના પી.આઇ. પ્રિયાંક બરંડા ની ધ્યાક્ષતા સ્થાને મળેલી બેઠક માં બોડેલી, ઢોકલીયા,અલીખેરવા, ચાંચક, જૂની બોડેલી સહિત માં ગણેશ વિસર્જન ના દિવસ દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિ પૂર્ણ માહોલ માં ગણેશ વિસર્જન સંપન્ન થાય તેં માટે અપીલ કરવામાં આવી હતી અને ટ્રાફિક સહિતની વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેના સૂચનો કરાયા હતા.બોડેલી પોલીસ સ્ટેશન માં મળેલી બેઠક માં ગણેશ વિસર્જન માટે નો રૂટ નક્કી કરાયો હતો. જેમાં હરીફાઈ માર્કેટ રોડ થી બોડેલી ત્રણ રસ્તા થઇ એન.એ. પરીખ રોડ થી અલીપુરા ચાર રસ્તા થી ડભોઇ રોડ થી જાખરપુરા ના તળાવ માં તમામ ગણેશ મૂર્તિ નું વિસર્જન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.