નર્મદા : આજે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાશે

નર્મદા : આજે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાશે

 

ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ વિદ્યાશાખાના 50 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાશે

 

વર્ષ 2018થી અત્યાર સુધીમાં સ્નાતકની પદવી મેળવનાર 667 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહનું તા. 20 સપ્ટેમ્બર, 2026ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2018થી શૈક્ષણિક કાર્યરત આ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ નર્મદા જિલ્લા સહિત સમગ્ર આદિજાતિ સમાજ માટે ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક અવસર બની રહેશે.

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા આ સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર 50 જેટલા મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને મેડલ અને પદવી એનાયત કરવામાં આવશે. આ સાથે યુનિવર્સિટીની સ્થાપના બાદ શૈક્ષણિક વર્ષ 2018થી અત્યાર સુધીમાં સ્નાતકની પદવી મેળવી ચૂકેલા કુલ 667 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.

 

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી આદિજાતિ વિસ્તારના યુવાનોને ઉચ્ચ શિક્ષણની વધુ તકો ઉપલબ્ધ કરાવવા, તેમની શૈક્ષણિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા અને જ્ઞાન-કૌશલ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ આદિજાતિ યુવાનોની શૈક્ષણિક સફરની સિદ્ધિઓને સન્માનવાનો અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી આશાઓને ઉજાગર કરવાનો અવસર બની રહેશે.

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો