Navsari: ચીખલીમાં LCBની મોટી કાર્યવાહી: કન્ટેનરમાંથી રૂ.28.22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી LCBએ 9,312 નંગ વિદેશી દારૂ-બીયરની બોટલો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો, કુલ રૂ.38.27 લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી સામે ચાલી રહેલી વિશેષ ડ્રાઇવ દરમિયાન LCB નવસારીને મોટી સફળતા મળી છે. ચીખલી તાલુકામાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર નાકાબંધી દરમિયાન કન્ટેનરમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, તા. 18 સપ્ટેમ્બર 2026ના રોજ LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ચીખલી ખાતે NH-48 પર આલીપોર વસુધરા ડેરી ઓવરબ્રિજના ઉત્તર છેડે, આલીપોર હોસ્પિટલ સામે જાહેર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન ASHOK LEYLAND LTD કન્ટેનર નં. GJ 27 TD 0838ને અટકાવી તપાસ કરતાં તેમાં 237 પૂઠાના બોક્સમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ, વ્હિસ્કી, વોડકા તથા ટીન બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન કુલ 9,312 નંગ દારૂ-બીયરનો જથ્થો મળી આવ્યો હતો, જેનું કુલ પ્રવાહી પ્રમાણ 2,280.480 લીટર અને કિંમત રૂ.28,22,160 હોવાનું પોલીસે જણાવ્યું છે. દારૂ સાથે કન્ટેનર કિંમત રૂ.10 લાખ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.38,27,160નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહીમાં કન્ટેનર ચાલક નિરજ S/O રામમનોહર બાબુદિન ત્રિપાઠી (ઉ.વ.31), હાલ વાપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર, અમદાવાદમાં જથ્થો મંગાવનાર તેમજ કન્ટેનરના માલિક સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી LCB PI વી.જે. જાડેજા, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત તથા LCB સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

33
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો