તા.૨૦/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
૧૭ સપ્ટે.થી ૧૭ ઓક્ટો. દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ગ્રામજનોને ઘરઆંગણે સરકારી સેવાઓના લાભો પહોંચાડાશે
Rajkot: રાજ્યભરમાં સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તંત્ર દ્વારા વિવિધ જનકલ્યાણલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેને અનુલક્ષીને રાજકોટ જિલ્લામાં તા. ૨૨ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર દરમિયાન ૧૧ તાલુકાના ૩૪ ક્લસ્ટરમાં ‘સેવાસેતુ ૨.૧’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાગરિકોને વિવિધ સેવાઓના લાભો ઘર-આંગણે પહોંચાડવામાં આવશે
જેતપુર તાલુકામાં ૨૨મીએ પ્રેમગઢ, ૨૫મીએ રૂપાવટી, ૨૯મીએ અમરાપર, ૬ ઓક્ટો.ના રોજ વાળા ડુંગર, તથા ૯મીના રોજ વીરપુર ક્લસ્ટરમાં સેવાસેતુ યોજાશે. જેમાં આસપાસના ગામોના લોકોને સરકારી સેવાઓના લાભો અપાશે.
વિંછીયા તાલુકામાં ૨૫મીએ ભડલી, ૧ ઓક્ટો.એ મોઢુકા, 3 ઓક્ટો.ના રોજ વિંછીયા, ૮મીએ ઓરી તથા ૯મીએ પીપરડી ખાતે સેવાસેતુ યોજાશે.
રાજકોટ તાલુકામાં ૨૨મીએ સાતડા, ૨૩મીએ રતનપર, ૨૪મીએ સણોસરા, ૨૫મીએ કુવાડવા, ૨૮મીએ રાજ સમઢીયાળા, ૨૯મીએ બેડલા, ૩ ઓક્ટો.ના રોજ ગઢકા, ૫ ઓક્ટો.ના રોજ સરધાર, ૬ ઓક્ટો.એ હલેન્ડા, ૮મીએ ખોખળદળ ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે.
જામકંડોરણા તાલુકામાં ૨૨મીએ મોટા દુઢીવદર, ૨૫મીએ રોઘેલ, ૩૦મીએ સાતોદડ, ૬ ઓક્ટો.એ જામદાદર, ૯મીએ સાજડીયાળી ખાતે સેવાસેતુ કેમ્પ યોજવામાં આવશે.
કોટડાસાંગાણી તાલુકામાં ૨૧મીએ રાજપરા ખાતે, ૨૫મીએ નાના માંડવા, ૩૦મીએ વેરાવળ, ૭ ઓક્ટો.એ થોરડી ખાતે સેવાસેતુ કેમ્પમાં આસપાસના ગામોના લોકો સહભાગી થશે.
જસદણ તાલુકામાં ૨૪મીએ શિવરાજપુર ખાતે, ૨૫મીએ કનેસરા, ૧ ઓક્ટો.ના રોજ કમળાપુર, ૩ ઓક્ટો.ના રોજ આટકોટ, ૬ ઓક્ટો.ના રોજ જુના પીપળીયા, ૭ ઓક્ટો.ના રોજ ભાડલા, ૮ ઓક્ટો.ના રોજ સાણથલી ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે.
પડધરી તાલુકામાં ૨૨મીએ સરપદડ, ૨૪મીએ પડધરી, ૨૯મીએ ન્યારા, ૧ ઓક્ટો.ના રોજ વિસામણ, ૬ ઓક્ટો.ના રોજ થોરીયાળી, ૮ ઓક્ટો.ના રોજ સાલ પીપળીયા ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે.
લોધિકા તાલુકામાં ૨૩મીએ દેવળા, ૩૦મીએ વાજડીવડ, ૭ ઓક્ટો.એ ઢોલરા, ખાતે સેવાસેતુ કેમ્પનું આયોજન કરાયું છે.
ગોંડલ તાલુકામાં ૨૧મીએ અનિડા, ૨૩મીએ કોલીથડ, ૨૫મીએ મોવિયા, ૨૯મીએ પીપળીયા, ૩ ઓક્ટો.ના રોજ દેરડી, ૭ ઓક્ટો.ના રોજ સુલતાનપુર, ૯ ઓક્ટો.ના રોજ મોટા દડવા ખાતે સેવાસેતુ કેમ્પ યોજવામાં આવશે.
ઉપલેટા તાલુકામાં ૨૧મીએ અરણી, ૨૪મીએ કુંઢેચ, ૨૯મીએ સેવંત્રા, ૫ ઓક્ટો.ના રોજ કોલકી, ૮ ઓક્ટો.ના રોજ નાગવદર ખાતે સેવાસેતુ યોજાશે.
ધોરાજી તાલુકામાં ૨૪મીએ વેગડી, ૩૦મીએ પીપળીયા તથા ૭ ઓક્ટો.ના રોજ કલાણા ખાતે સેવાસેતુ કેમ્પ યોજાશે.
નાગરિકોને સેવાસેતુ કેમ્પમાં વિવિધ દાખલાઓ, પ્રમાણપત્રો અને કલ્યાણકારી યોજનાઓના લાભો એક જ સ્થળેથી મળી રહે તે માટે તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.









