MORBI:મોરબી દાણાપીઠ પમ્પિંગ સ્ટેશનમાં મેન્ટેનન્સ કામગીરીને પગલે ૨૨ તારીખે અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા દાણાપીઠ પમ્પિંગ સ્ટેશન ખાતે આવશ્યક મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ટેકનિકલ કામગીરીના કારણે આગામી તારીખ ૨૨, મંગળવારના રોજ આ પમ્પિંગ સ્ટેશન હેઠળ આવતા વિવિધ રહેણાંક વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે.

મોરબી મહાનગરપાલિકાના વોટર વર્કસ વિભાગની સત્તાવાર યાદી મુજબ, દાણાપીઠ પમ્પિંગ સ્ટેશનમાં રિપેરિંગ અને જાળવણીનું કામ કરવાનું હોવાથી આ નિર્ણય લેવાયો છે.
અસરગ્રસ્ત વિસ્તારો:વાઘપરા ,વજેપર ,મકરાણીવાસ ,મતવાવાસ ,બોરીચાવાસ ,લખધીરવાસ તેમજ આસપાસના સંલગ્ન વિસ્તારો આ તમામ વિસ્તારોના નાગરિકોને પાણીની મુશ્કેલી ન પડે તે માટે અગાઉથી જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા તેમજ તંત્રને સહકાર આપવા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.











