જામનગર-લાલપુર હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સ ની બસ ના ચાલકે કારને ઠોકર મારતાં અકસ્માત, જાનહાની ટળી

જામનગર-લાલપુર હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સ ની બસ ના ચાલકે કારને ઠોકર મારતાં અકસ્માત, જાનહાની ટળી

દરેડથી આગળ ચેલા ગામ નજીક બસ અને કાર ડિવાઈડર પર ચઢી ગયાં : મુસાફરોનો આબાદ બચાવ, સુશોભનની ગ્રીનરીનો કચ્ચરઘાણ

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર તા ૨૧, જામનગર-લાલપુર હાઈવે પર દરેડ ગામથી આગળ ચેલા ગામ નજીક ગઈકાલે રવિવારે બપોરના સમયે ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસે કારને ઠોકર મારતાં બંને વાહનો રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચઢી ગયાં હતાં.

આકસ્મિક ટક્કરના પગલે કાર અને ખાનગી બસમાં સવાર કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ ન હતી અને મોટી જાનહાની ટળી હતી. અકસ્માતમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

અકસમાતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકને અસર થઈ હતી. દરમિયાન બંને વાહનો ડિવાઈડર પર ચઢી જતાં હાઈવેની સુંદરતા વધારવા માટે ડિવાઈડરની વચ્ચે તાજેતરમાં જ મુકવામાં આવેલી પ્લાસ્ટિકની ગ્રીનરીને પણ નુકસાન થયું હતું અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો