તારીખ ૨૧/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધા બાદ આજે સોમવારના બપોરે ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું હતું.
આજ તારીખ ૨૧/૦૯/૨૦૨૬ ના બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે ભારે બફારા અને ઉકળાટ વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો. જોતજોતામાં કાલોલ શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જ્યાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ ખેંચાતા લોકો ભારે ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ પોકારી ગયા હતા. આજે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી.બીજી તરફ આ વરસાદ ખેતી માટે પણ આશીર્વાદરૂપ સાબિત થયો છે. હાલ ખેતરોમાં ડાંગર, મકાઈ સહિતના પાકો ઉભા છે ત્યારે આ વરસાદથી પાકને જીવતદાન મળ્યું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા.








