ડાંગ જિલ્લાનાં કિરલી ગ્રામ પંચાયતનું વીજ કનેક્શન કપાતા ગ્રામજનો મુશ્કેલીમાં..

વાત્સલયમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગના સુબિર તાલુકાના કિરલી ગ્રામ પંચાયતમાં વીજ બિલ બાકી રહેતાં વીજ વિભાગની કાર્યવાહી, પંચાયત કચેરીની કામગીરી ખોરવાઈ,કનેક્શન તાત્કાલિક પુનઃચાલુ કરવાની ગ્રામજનોની માંગ..

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં આવેલી કિરલી ગ્રામ પંચાયત કચેરીનું વીજ બિલ બાકી રહેવાના કારણે વીજ વિભાગ દ્વારા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યુ હોવાના આક્ષેપને પગલે ગ્રામજનોમાં ભારે રોષ સાથે મુશ્કેલી જોવા મળી રહી છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, પંચાયત કચેરીમાં વીજ પુરવઠો બંધ થઈ જતા વિવિધ સરકારી કામગીરી તેમજ જરૂરી પ્રમાણપત્રો મેળવવા સહિતના કામો માટે કચેરીએ આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.વીજળીના અભાવે પંચાયતની દૈનિક વહીવટી કામગીરી પણ અસરગ્રસ્ત બની હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.આ પરિસ્થિતિને લઈને ગ્રામજનોમાં સવાલ ઉઠી રહ્યા છે કે પંચાયતનું વીજ બિલ સમયસર કેમ ભરવામાં આવ્યું નહીં અને કનેક્શન કપાય ત્યાં સુધી પરિસ્થિતિ કેમ પહોંચી? સમગ્ર મામલે પંચાયતના જવાબદાર તંત્રની કામગીરી અંગે તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ ઉઠી છે.ગ્રામજનોની માંગ છે કે પંચાયતનું કેટલું વીજ બિલ બાકી હતું, બિલ સમયસર ન ભરવાનું કારણ શું હતું અને કનેક્શન કપાવા પાછળની સમગ્ર પ્રક્રિયાની વિગતો જાહેર કરવામાં આવે. જો કોઈની બેદરકારીના કારણે વીજ કનેક્શન કપાયું હોય તો જવાબદારી નક્કી કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.સાથે જ પંચાયત કચેરીનું વીજ કનેક્શન તાત્કાલિક પુનઃચાલુ કરાવી ગ્રામજનોના અટવાયેલા સરકારી કામો ઝડપથી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.ગ્રામજનોનું કહેવું છે કે ગ્રામ પંચાયત કચેરી જેવી જાહેર સેવા સાથે સંકળાયેલી કચેરીમાં વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે જવાબદાર તંત્રએ સમયસર પગલાં લેવા જરૂરી છે. તેથી આ ઘટનાને માત્ર વીજ બિલના બાકીદારીના મુદ્દા તરીકે નહીં, પરંતુ ગ્રામજનોને મળતી જાહેર સેવાઓ સાથે જોડાયેલી વહીવટી બાબત તરીકે તપાસી યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે..

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો