દાહોદ કૃત્રિમ તળાવ ખાતે સાંઇ કૃપા યુવા મંડળ દ્વારા સાતમાં દિવસે ગણપતિ બાપ્પાનું ભવ્ય વિસર્જન કરાયું

તા.૨૧.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ કૃત્રિમ તળાવ ખાતે સાંઇ કૃપા યુવા મંડળ દ્વારા સાતમાં દિવસે ગણપતિ બાપ્પાનું ભવ્ય વિસર્જન કરાયું

દાહોદ શહેરમાં ગણેશોત્સવની ધૂમ વચ્ચે ભક્તિમય માહોલમાં વિઘ્નહર્તાને વિદાય આપવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. શહેરના જાણીતા સાંઇ કૃપા યુવા મંડળ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા ગણપતિ બાપ્પાની મૂર્તિનું સાતમા દિવસે અત્યંત ભક્તિભાવ પૂર્વક અને ભવ્ય વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.સાંઇ કૃપા યુવા મંડળના સભ્યો અને મોટી સંખ્યામાં એકત્રિત થયેલા શ્રદ્ધાળુઓએ “ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તૂ જલ્દી આ” ના ગગનભેદી નારાઓ સાથે બાપ્પાની ભવ્ય વિદાય યાત્રા કાઢી હતી. અબીલ-ગુલાલની છોળો અને ઢોલ-નગારાના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા.પર્યાવરણની જાળવણીના હેતુથી, દાહોદ નગરપાલિકા દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે આ વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી હોવાથી ખૂબ જ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે બાપ્પાને ભીની આંખે ભાવભરી વિદાય આપવામાં આવી હતી

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો