મુકેશ પરમાર,, નસવાડી

નસવાડી તાલુકાના ઘોડીસીમેલ ગામ નજીક હનુમાનજી મંદિરની આસપાસના વિસ્તારમાં અચાનક જ એક મહાકાય અજગર નજરે પડ્યો હતો. વિશાળકાય અજગર દેખાતા જ આસપાસના લોકો તરત જ એકત્રિત થઈ ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, ગ્રામજનોએ ભારે સાવચેતી દાખવીને તુરંત જ આ બાબતની સ્થાનિક સર્પ મિત્રોને કરી હતી. જાણ થતાની સાથેજ સ્નેક રેસ્ક્યુ ટિમ અને નસવાડી ના ધીરજભાઈ રાઠવા પોલીસ કોન્સ્ટેબલ તથા સંજયભાઈ ભીલ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. રેસ્ક્યુ ટીમના સભ્યોએ ભારે જહેમત અને કુશળતાપૂર્વક કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે રીતે આ મહાકાય અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું હતું.અને અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરી ઇન્દ્રાલના જંગલોમાં છોડી મુકવામાં આવ્યો હતો.










