ડાંગ: ગણેશ વિસર્જનને લઈ ડાંગ જિલ્લા એસ.પી.કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

વિઘ્નહર્તા દેવ ગણેશજીના વિસર્જનને લઈ ડાંગ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.ડાંગ જિલ્લા એસ.પી. કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના વિવિધ ગણપતિ મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવ દ્વારા ગણપતિ મંડળોના પ્રતિનિધિઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.ગણેશોત્સવ આનંદ અને ઉલ્લાસનો પર્વ છે ત્યારે વિસર્જન કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સલામત રીતે સંપન્ન થાય તે માટે સૌ કોઈએ પોલીસ તંત્રને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.સાથે વિસર્જન વખતે તરવૈયાની ટિમ, પોલીસ ની ટિમ ખડેપગે હાજર રહેશે.વધુમાં, આવનારા સમયમાં જિલ્લાના તમામ ગામો અને વિસ્તારોમાં કુદરતી સંપદાનું જતન જળવાઈ રહે તે સાથે પરંપરાગત તહેવારોનું મહત્વ પણ જળવાઈ રહે અને પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી હતી.ગણેશ વિસર્જન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સૌ કોઈ શાંતિપૂર્ણ માહોલમાં ગણેશજીને વિદાય આપે તે માટે પોલીસ તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.આ બેઠક દરમિયાન ડાંગ જિલ્લાનાં પોલીસ વડા પૂજા યાદવ તેમજ ત્રણે તાલુકાનાં પોલીસ ઇન્સ્પેક્ટર ,અને ગણેશ મંડળોનાં પ્રતિનિધિઓ તેમજ આહવા નગરનાં  સરપંચ હરિરાભાઈ  સાવંત ઉપસ્થિત રહ્યા હતા..

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો