ડાંગમાં લોકાભિમુખ કામગીરીથી જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીતની આગવી ઓળખ

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

અંતરિયાળ ગામડાંઓ સુધી સીધો સંપર્ક, વિવિધ સમાજના લોકોમાં વધતો વિશ્વાસ

ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ ટૂંકા સમયગાળામાં જ રાજેશભાઈ ગામીતે લોકાભિમુખ કામગીરીથી લોકોમાં આગવી ઓળખ ઊભી કરી છે. અંતરિયાળ ગામડાંઓના સામાન્ય નાગરિકોની સમસ્યાઓને પ્રાથમિકતા આપી તેના નિવારણ માટે તત્પર રહેવાની તેમની કાર્યશૈલીની સ્થાનિક સ્તરે ચર્ચા થઈ રહી છે.

ડાંગ જિલ્લાના ગ્રામ્ય અને દુર્ગમ વિસ્તારોમાં રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓ અંગે લોકો રજૂઆત કરે ત્યારે તેમની સમસ્યાઓને સાંભળી સંબંધિત તંત્ર સમક્ષ રજૂ કરી તેના ઉકેલ માટે જરૂરી પ્રયાસો કરવામાં આવે છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના સામાન્ય નાગરિકોની વાતને મહત્વ આપવાના અભિગમને કારણે રાજેશભાઈ ગામીત લોકો સાથે સીધો સંપર્ક જાળવી રહ્યા છે.

ભૌગોલિક રીતે પડકારજનક એવા ડાંગ જિલ્લામાં ગામડાંઓની સમસ્યાઓ સુધી પહોંચવું અને તેનો ઉકેલ લાવવો સરળ નથી. તેમ છતાં ગામે-ગામ લોકો સુધી પહોંચીને તેમની મુશ્કેલીઓ જાણવી અને શક્ય તેટલી ઝડપથી તેના નિરાકરણ માટે તંત્ર સાથે સંકલન કરવું તેમની કામગીરીની વિશેષતા બની રહી છે.

સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે રાજેશભાઈ ગામીતની કાર્યશૈલી કોઈ એક સમાજ કે ચોક્કસ વિસ્તાર પૂરતી મર્યાદિત નથી. જિલ્લાના તમામ વર્ગના લોકોને સાથે લઈને વિકાસની દિશામાં આગળ વધવાનો પ્રયાસ તેમના અભિગમમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે વિવિધ સમાજના લોકોમાં પણ તેમના પ્રત્યે વિશ્વાસનું વાતાવરણ ઊભું થઈ રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સત્તાની જવાબદારી સાથે સામાન્ય નાગરિકની અપેક્ષાઓને સમજવી અને લોકોના પ્રશ્નોને પોતાની જવાબદારી માનીને તેના ઉકેલ માટે તંત્ર સાથે સંકલન કરવું—આ અભિગમને કારણે રાજેશભાઈ ગામીત ટૂંકા ગાળામાં જ લોકોમાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે.

હવે નજર કાયમી ઉકેલ અને વિકાસ પર

આગામી સમયમાં ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામડાંઓની પ્રાથમિક સમસ્યાઓના કાયમી ઉકેલ, વિકાસના કામોમાં પારદર્શિતા અને સરકારી યોજનાઓનો લાભ જિલ્લાના દરેક વર્ગ સુધી પહોંચે તે દિશામાં જિલ્લા પંચાયત વધુ સક્રિય બને તેવી લોકોની અપેક્ષા છે.

લોકોના પ્રશ્નોને પ્રાથમિકતા અને વિકાસને કેન્દ્રમાં રાખીને આગળ વધતી આ કામગીરીથી રાજેશભાઈ ગામીતે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પોતાની અલગ છાપ ઉભી કરી હોવાનું સ્થાનિક સ્તરે જોવા મળી રહ્યું છે.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો