અરવલ્લી : LCBએ વિજયનગર ચિતરીયાના બે બુટલેગરોને કારમાં 2.79 લાખના શરાબની ખેપ મારતા દબોચી લીધા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : LCBએ વિજયનગર ચિતરીયાના બે બુટલેગરોને કારમાં 2.79 લાખના શરાબની ખેપ મારતા દબોચી લીધા

*બુટલેગર વિક્કી ખરાડી ગાંધીનગર અને સાબરકાંઠા જીલ્લા માં પ્રોહિબિશનના ગુન્હામાં પોલીસ ચોપડે ચઢી ચુક્યો છે*

*શામળાજી પોલીસ સ્ટેશનના અંતરિયાળ માર્ગો પર કાર અને બાઈક મારફતે બુટલેગરોની વિદેશી દારૂની ધીંગી ખેપ*

અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જીલ્લાના માર્ગો પરથી દેશી વિદેશી દારૂની હેરાફેરી પર રોક લગાવવા પોલીસતંત્રને તાકીદ કરતા બાતમીદારોની મદદથી બુટલેગરોના નેટવર્કને ભેદવા પોલીસ મથામણ કરી રહી છે જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગુણીયાકુવા ગામની સીમમાંથી સ્વિફ્ટ ડિઝાયર કારમાંથી 2.79 લાખના વિદેશી દારૂ સાથે વિજયનગર ચિતરીયાના બે બુટલેગરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

અરવલ્લી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એમ.એચ. ઝાલા અને તેમની ટીમે શામળાજીના ગુણીયાકુવા ગામ પાસે નાકાબંધી કરી શામળાજી અને પાલ્લા ગામ તરફથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવતા વિજયનગર તાલુકાના ચિતરીયા ગામના રતનસિંગ સુરસિંગ નિનામા અને વિક્કી શિવાજી ખરાડી નામના બુટલેગરો સ્વિફ્ટ ડિઝાયર કારમાં રાજસ્થાનના ઠેકા પરથી વિદેશી દારૂ ભરી ઓડ પાલ્લા ગામ બાજુથી ગુણીયાકુવા તરફ આવી રહી હોવાની બાતમી મળતા પોલીસ સતર્ક બની હતી

પાલ્લા ગામ તરફથી બાતમી આધારિત સ્વિફ્ટ ડિઝાયર કાર (ગાડી.નં.GJ.06.JE.2248) શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી અટકાવી કારની તલાસી લેતા કારમા સંતાડેલ 2.79 લાખનો વિદેશી દારૂ અને બિયર ટીન મળી આવતા પોલીસે રતનસિંગ સુરસિંગ નિનામા અને વિક્કી શિવાજી ખરાડીને દબોચી લઇ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હેમચંદ્ર નિનામા (રહે, વીરપુર-ભિલોડા) સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો