કાલોલ શહેરમાં ભક્તિમાં લીન થયા સાંસદ:રાજપાલસિંહ જાદવે બાઇક પર ફરી નગરના ગણેશ પંડાલોમાં ધન્યતા અનુભવી.

તારીખ ૨૪/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરમાં હાલ ગણેશ મહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ગણેશજીની સ્થાપના બાદ નગરમાં ભક્તિમય માહોલ છવાયો છે, ત્યારે બુધવારના રોજ પંચમહાલ લોકસભા વિસ્તારના સાંસદ રાજપાલસિંહ જાદવે કાલોલ શહેરના વિવિધ ૧૬ જેટલા ગણેશ પંડાલોની મુલાકાત લીધી હતી. સાંસદે તમામ પંડાલોમાં ગણપતિ બાપ્પાના દર્શન, પૂજા અને મહાઆરતી કરી ધન્યતા અનુભવી હતી.

આ પ્રવાસ દરમિયાન સાંસદ રાજપાલસિંહ જાદવે યુવાનોમાં ઉત્સાહ વધારવા અને તેમની સાથે સીધો સંપર્ક સાધવા માટે પોતાની ફોર-વ્હીલર ગાડી છોડીને બાઇક પર સવાર થઈને નગરના ગણેશ પંડાલોમાં પરિભ્રમણ કર્યું હતું. સાંસદના આ અનોખા અંદાજને કારણે નગરના યુવા મોરચા અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પ્રસંગે કાલોલ નગર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજય રાઠોડ સહિત ભાજપ અને યુવા મોરચાના અનેક હોદ્દેદારો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન કાલોલના ડીવાયએસપી નવીન આહિર તથા પીઆઈ આર. ડી. ભરવાડ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશજીની આરતી ઉતારી હતી. વિવિધ ગણેશ મંડળોના આયોજકો દ્વારા સાંસદ રાજપાલસિંહ જાદવ સહિત ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સ્વાગત અને બહુમાન કરવામાં આવ્યું હતું.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો