થરા નગર પાલિકામાં ભાજપના ૪૧ અને કોંગ્રેસના ૩ ઉમેદવારો મળી ટોટલ ૪૪ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી…

ઓગડ તાલુકા મુખ્ય મથક થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ફોર્મ ભરવાના ચોથા દિવસે ઉમેદવારોનો સમર્થકો સાથે ભારે ઘસારો જોવા મળ્યો હતો.ગુરૂવારના સવાર થી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ તેમના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી હતી. વિકાસના મુદ્દે ભાજપ-કોંગ્રેસ નો ચૂંટણી જંગ લડાશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.થરા નગર પાલિકાના ૬ વોર્ડની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર દેખાઈ રહી છે તો સામે આમ આદમીપાર્ટી પણ વચ્ચે ટક્કર આપવા કમર કસી રહી છે તેવામાં ભાજપ સામે બન્ને હરિફ પક્ષો વિકાસ ના મુદ્દે ભાજપને હંફાવશે તેવું રાજકીય વર્તુળો જણાવી રહ્યા છે.૨૦૨૧ માં ભાજપને કુલ ૫ વોર્ડમાં પેનલ સાથે સ્પષ્ટ બહુમતી મળતા સત્તા સાંભળી હતી.વોર્ડ નંબર ૪ માં ભાજપના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભારતીબેન કિરીટકુમાર અખાણી જ્યારે વોર્ડ નંબર ૩ માં થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ચંદ્રસિંહ વાઘેલા અને વોર્ડ નંબર ૫ માં વિમુબેન વસંતકુમાર ઘાઘોસ પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે. ત્યારે ગુરૂવારે ૧ થી ૬ વોર્ડમાં ભાજપના ૪૧ અને કોંગ્રેસના ૩ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. થરા નગર પાલિકામાં કુલ ૧૮ બુથો આવેલા છે હજી ૨૬ સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે તેમ મદદનીશ ચૂંટણી અધિકારી અને ઓગડ મામલતદાર કિરણપુરી ગૌસ્વામીએ જણાવ્યું હતું.આજે વોર્ડ નંબર ૧ માં ૬ ભાજપ અને ૧ કોંગ્રેસ,વોર્ડ નંબર ૨ માં ૮ ભાજપ અને ૨ કોંગ્રેસ,વોર્ડ નંબર ૩ માં ૯ ભાજપ,વોર્ડ નંબર ૪ માં ૧૦ ભાજપ,વોર્ડ નંબર ૫ માં ૬ ભાજપ,વોર્ડ નંબર ૬ માં ૨ ભાજપ એમ ટોટલ ૪૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 21530










