વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે ગણેશ વિસર્જનનાં દિવસે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે.ગતરોજ તા.23 સપ્ટેમ્બરનાં રોજ આહવાના પ્રખ્યાત સનસેટ પોઈન્ટ પાસે આવેલા તળાવમાં ડૂબી જવાથી એક યુવકનું અકાળે અવસાન થયું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં અરેરાટી સાથે શોકની કાલીમા છવાઈ ગઈ છે.મળતી પ્રાથમિક વિગતો અનુસાર, આહવાના ડુંગરી ફળિયામાં રહેતા ગોટુ દેવરામ ચૌધરી નામના યુવક નશાની હાલતમાં સનસેટ પોઈન્ટ નજીક આવેલા તળાવ પાસે કપડા ધોવા માટે ગયા હતા. કપડા ધોતી વખતે તેઓ તળાવના પાણીમાં ન્હાવા માટે પડ્યા હતા, પરંતુ નશાની હાલત હોવાથી અને પાણીના ઊંડાણનો અંદાજ ન રહેતા તેઓ તળાવમાં ગરકાવ થઈ ગયા હતા અને ડૂબી જવાથી તેમનું સ્થળ પર જ નીપજ્યુ હતુ.ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. જોકે, આ દુઃખદ ઘડીમાં પરિવારજનોએ પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ કોઈ કાનૂની કાર્યવાહી કે શવ પરીક્ષણ (પોસ્ટમોર્ટમ) કરાવવા માંગતા નથી અને પોતાની ધાર્મિક પરંપરા મુજબ આપમેળે જ મૃતકની વિધિ કરવા ઈચ્છે છે. પરિવારની આ નિવેદન અને વિનંતીને ધ્યાને રાખીને પીએમ કરાવ્યા વિના જ પરિવારે મૃતક યુવકના દેહની અંતિમ વિધિ પૂર્ણ કરી હતી.









