MORBI:મોરબી કલેક્ટર કચેરીએ ખેડૂતોની ત્રાડ: “કંપનીઓની દલાલી બંધ કરો, નહીં તો ૨૦૨૭માં સરકાર ઉથલાવી દઈશું”

​MORBI:મોરબી કલેક્ટર કચેરીએ ખેડૂતોની ત્રાડ: “કંપનીઓની દલાલી બંધ કરો, નહીં તો ૨૦૨૭માં સરકાર ઉથલાવી દઈશું”

મોરબી જિલ્લામાં ખેતરોમાંથી પસાર થતી વીજલાઈન અને થાંભલા રોપવાની કામગીરી સામે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોએ મોરબી કલેક્ટર કચેરી ખાતે પહોંચીને તંત્રની નીતિ અને કંપનીઓની જોહુકમી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કાલાવડ તાલુકાના જસાપર ગામના ખેડૂત આગેવાન રમણીકભાઈ બાવાભાઈ ફળદુએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તી વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે. તંત્ર દ્વારા તાત્કાલિક પરિપત્ર બહાર પાડીને ખેડૂતો પર દબાણ કરવામાં આવે છે અને ધાકધમકી આપવામાં આવે છે, જે ખેડૂતોને કોઈપણ સંજોગોમાં મંજૂર નથી.

ખેડૂત આગેવાને આક્ષેપ કર્યો હતો કે મોટી કંપનીઓ અબજો રૂપિયા કમાય છે, જ્યારે જગતનો તાત દિવસેને દિવસે પાયમાલ થઈ રહ્યો છે. પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી અને જમીન માપણીમાં ગેરરીતિઓ ચાલે છે. જો વીજલાઈન નાખવી જ હોય તો જેતપુર પરિપત્ર મુજબ ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર મળવું જોઈએ, અન્યથા ખેડૂતોની ખાનગી માલિકીની જમીનમાં કોઈ પણ સંજોગોમાં થાંભલા ઊભા કરવા દેવામાં આવશે નહીં.

વધુમાં તેમણે સરકાર અને વહીવટી તંત્ર સામે આકરા પ્રહારો કરતા કહ્યું કે, ઇતિહાસ સાક્ષી છે કે આ ધરતી પર રાવણ અને દુર્યોધન જેવા અહંકારીઓનું રાજ પણ ટક્યું નથી. જો સરકાર ખેડૂતોનું શોષણ અને કંપનીઓની દલાલી બંધ નહીં કરે, તો આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ખેડૂતો એક થઈને સરકારને સત્તા પરથી ઉથલાવી દેશે. ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી યોગ્ય નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો