MORBI:”જામનગરનો ખરપિયો અને મોરબીનું દાંતરડું એક થયા”: કલેક્ટર કચેરીએ ૫૦૦ ખેડૂતોનો આક્રોશ

MORBI:”જામનગરનો ખરપિયો અને મોરબીનું દાંતરડું એક થયા”: કલેક્ટર કચેરીએ ૫૦૦ ખેડૂતોનો આક્રોશ

અમે લગભગ ૫૦૦ ખેડૂતો જામનગર જિલ્લામાંથી અહીંયા મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ, આજ મોરબી જિલ્લાના ખેડૂતોને સમર્થન આપવા આવ્યા છીએ. કારણ કે સત્યાગ્રહ છાવણીમાં જામનગરનો ખરપિયો અને મોરબીનું દાંતરડું સાથે મળ્યા છે. એટલે આ બાબતે જાજુ ન કહેતાં, આ સરકાર શાનમાં સમજી જાય અને કલેક્ટરોને ભગવાન સદબુદ્ધિ દ્યે કે ખેડૂતોને વારંવાર નોટિસો આપી હેરાન-પરેશાન ન કરે.

અમે અહીંયા મોટી સંખ્યામાં ૧૪/૭/૨૦૨૪ ના રોજ ભેગા થયા હતા, ત્યારબાદ ૩૧/૭/૨૦૨૪ ના રોજ જામનગર ભેગા થયા હતા. આ બેય કલેક્ટરને વિનંતી કે તમે હજી અમે પ્રેમનો પત્ર દીધો છે, ઈ અમારી માંગણી પૂરી કરો. અને આ એમઆરસી-બેમઆરસી તમારી ઘીરે રાખો, અમારે થાંભલાય નથી જોતા અને નમાલાઓ તમે અમારી જમીનની કિંમત નક્કી કરો?

અમારી જમીનની કિંમત વીઘાના ૫ કરોડ છે, લઈ લ્યો હાલો બધી! આખા ગુજરાતની જમીન તમને એમણમ દઈ દેવી, પાંચ કરોડનો વીઘો. છે તમારા બાપની તેવડ?

એલા હલકીનાવ, આ કંપનીઓનું તમે કહ્યું ન કરો. આ ખેતીપ્રધાન દેશ છે, ખેડૂતોને જીવતા રાખો, ખેડૂતોને પ્રોત્સાહન આપો, ખેડૂતોને ખેતપેદાશના મોંઘવારી પ્રમાણે ભાવ અપાવો, આ દુષ્કાળ હોય તો એને નિયમ મુજબ પાક વીમો અપાવો. અને જો તમે આમણમ ખેડૂતોનું શોષણ કરશો, તો હલકીનાવ સ્ટીલના જીવડા પડશે, જીવડા પડશે! તમારી પ્રજા વર્ણસંકર અને વંઠેલ થાહે, વંઠેલ થાહે!”

 

વઘુમાં કાલાવડના ખેડૂત આગેવાન પ્રવીણભાઈ ગાંડુભાઈ પડારિયાએ સત્યાગ્રહ છાવણીમાંથી રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોને વારંવાર નોટિસો આપીને હેરાન કરવાનું બંધ કરવામાં આવે. તેમણે પ્રતીકાત્મક ભાષામાં કહ્યું કે, સત્યાગ્રહ છાવણીમાં જામનગરનો ખરપિયો અને મોરબીનું દાંતરડું એક થયા છે, જેથી સરકારે ખેડૂતોની વેદના અને ચેતવણી સમયસર સમજી લેવી જોઈએ.

ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટી તંત્ર અને સરકાર દ્વારા કંપનીઓની તરફેણ કરી ખેડૂતો પર અન્યાય ચાલુ રખાશે, તો આ લડત વધુ આક્રમક સ્વરૂપ ધારણ કરશે.

36
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો