મેઘરજ – રામગઢી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલકની નિમણૂક મુદ્દે કલેક્ટરનો મહત્વપૂર્ણ હુકમ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – રામગઢી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલકની નિમણૂક મુદ્દે કલેક્ટરનો મહત્વપૂર્ણ હુકમ

મેઘરજ તાલુકાની રામગઢી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલકની નિમણૂકને લઈને થયેલી અપીલના મામલે અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી મિલિન્દ બાપનાએ મહત્વપૂર્ણ હુકમ કર્યો છે.મધ્યાહન ભોજન સંચાલકની ભરતી પ્રક્રિયા અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને પક્ષકારોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. સમગ્ર મામલે શિક્ષણ વિભાગના તા. 03/10/2019ના ઠરાવની જોગવાઈઓ, ઉમેદવારોની લાયકાત તેમજ સંચાલકની નિમણૂકને લગતી સંબંધિત સરકારી જોગવાઈઓની સમીક્ષા કરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન રેકર્ડ પરની હકીકતો અને બંને પક્ષોની રજૂઆતોને ધ્યાનમાં લઈ સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ લાગુ પડતી સરકારી જોગવાઈઓના આધારે જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ ગ્રાહ્ય રાખી અગાઉનો હુકમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.કલેક્ટરના તા. 25/09/2026ના હુકમ મુજબ જૂના હુકમોને રદ કરી મૂળ હુકમ મુજબ મધ્યાહન ભોજન સંચાલક તરીકેની નિમણૂક કાયમ રાખવામાં આવી છે. સાથે જ ભવિષ્યમાં આવી કામગીરી નિયમો અને કાયદાકીય જોગવાઈઓ મુજબ યોગ્ય રીતે થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ પણ આપવામાં આવી છે.આ હુકમથી રામગઢી પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન સંચાલકની નિમણૂક અંગે ચાલી રહેલા વિવાદનો વહીવટી સ્તરે નિકાલ આવ્યો છે.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો