MORBI:મોરબીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની ખુલ્લી ચેલેન્જ: ‘દીવડાનો વિરોધ કરવા અમદાવાદ ગયા, હિંમત હોય તો મારા ઘરે આવો’

MORBI:મોરબીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની ખુલ્લી ચેલેન્જ: ‘દીવડાનો વિરોધ કરવા અમદાવાદ ગયા, હિંમત હોય તો મારા ઘરે આવો’

મોરબી ખાતે મહાપાલિકામાં આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે યોજાયેલી એક બેઠક દરમિયાન ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કોઈનું નામ લીધા વગર ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન માટે દીવડા પ્રગટાવવાનો વિરોધ કરવા છેક અમદાવાદ પહોંચનારાઓએ હિંમત હોય તો તેમના ઘરે આવવું જોઈએ.

મહાપાલિકા ખાતે લાભાર્થીઓને સાંભળવા બોલાવેલી બેઠકમાં તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું, “વડાપ્રધાન માટે કોઈ દીવડા પ્રગટાવે કે માનતા રાખે તેમાં કોઈને શું વાંધો હોઈ શકે? મેં પોતે પણ રઝળતાં પશુઓની સેવા કરવાની માનતા લીધી હતી અને આજે પણ 6 હજારથી વધુ પશુઓની સારસંભાળ રાખી રહ્યા છીએ.” વધુમાં ચેલેન્જ આપતા તેમણે ઉમેર્યું હતું કે, “દીવડાનો વિરોધ કરવા તમે છેક અમદાવાદ પહોંચી ગયા, મારી ઘરે આવો ને! ઉમા ટાઉનશીપમાં અમારા ઘરને તાળું જ નથી હોતું. આ મારી ખુલ્લી ચેલેન્જ છે.”

રાજકીય વર્તુળોમાં ચર્ચા મુજબ, તેમનો આ આડકતરો ઈશારો જેતપર પંથકના ખેડૂતો તરફ હતો. તાજેતરમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે દીવડા પ્રગટાવવાના કાર્યક્રમ સામે ખેડૂતોએ વિશ્વ ઉમિયા ધામ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો અમદાવાદ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી કે, આ કોઈ ભાજપ કે રાજકીય સંસ્થા નથી, છતાં તેને જાણીજોઈને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે. ખેડૂતોના આ વિરોધ પ્રદર્શનના વળતા જવાબરૂપે કાંતિલાલ અમૃતિયાએ આ આકરું નિવેદન આપ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો