દાહોદના યુવાઓનો વૈશ્વિક ડંકો: ઈન્ડો-નેપાળ ચેમ્પિયનશિપમાં જીત્યા ગોલ્ડ મેડલ

તા.૨૮.૦૯.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના યુવાઓનો વૈશ્વિક ડંકો: ઈન્ડો-નેપાળ ચેમ્પિયનશિપમાં જીત્યા ગોલ્ડ મેડલ

ગત ૨૭ સપ્ટેમ્બરના રોજ મુંબઈ ખાતે ઇન્ડો-નેપાળ ચેમ્પિયનશિપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દાહોદની ટાઇગર માર્શલ આર્ટ્સ એકેડેમીના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. એકેડેમીના હોનહાર ખેલાડીઓએ મેદાનમાં પોતાની તાકાત અને ટેકનિકનો પરિચય આપતા નેપાળ અને શ્રીલંકાના સ્પર્ધકોને પરાજય આપીને મેડલ પોતાના નામે કર્યા હતા.વિજેતા ખેલાડીઓની યાદી:આરુષ આમલિયાર: ગોલ્ડ મેડલ (નેપાળના સ્પર્ધકને હરાવ્યો)આરાધના સિંહ: ગોલ્ડ મેડલ (શ્રીલંકાના સ્પર્ધકને હરાવી)પરી કુમારી: ગોલ્ડ મેડલ ધ્રુવી રાઠોડ: ગોલ્ડ મેડલપ્રિયાંશુ ભુરિયા: સિલ્વર મેડલમાન્યા ડામોર: સિલ્વર મેડલજયનીશ: બ્રોન્ઝ મેડલ”બાળકોને મોબાઈલથી દૂર રાખી રમતગમતમાં જોડો”આ ઐતિહાસિક સફળતા બદલ ખુશી વ્યક્ત કરતા K5 ફેડરેશનના રાજ્ય પ્રમુખ શ્રી મોઈન શેખે વિજેતા ખેલાડીઓ અને તેમના કોચને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ તેમણે વાલીઓને એક ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, “આજના ડિજિટલ યુગમાં વાલીઓએ પોતાના બાળકોને મોબાઈલ સ્ક્રીનની આભાસી દુનિયામાંથી બહાર કાઢીને રમતગમત તરફ વાળવા જોઈએ. આવી રમત પ્રવૃત્તિઓથી બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે અને તેઓ વૈશ્વિક સ્તરે દેશનું ગૌરવ વધારી શકે છે.”દાહોદના આ બાળ ખેલાડીઓની ભવ્ય જીત બદલ સમગ્ર પંથકમાંથી તેમના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો