બોડેલી નવેમ્બરમા યોજાનાર KPL 4 ક્રિકેટ ટુર્નામેન્ટ નું ડભોઇ દર્શન હોટલ ખાતે ભવ્ય ઓક્શન યોજાયું

બોડેલી ખાતે આગામી નવેમ્બર મહિનામાં યોજાનારી KPL એટલે કે ખત્રી પ્રીમિયર લીગ સીઝન-4ને લઈને દર્શન હોટલ ખાતે ખેલાડીઓનું ભવ્ય ઓક્શન યોજાયું હતું. ગુજરાતમાં વસતા મુસ્લિમ ખત્રી સમાજના યુવાનો માટે રમતગમત ક્ષેત્રે પોતાની પ્રતિભા અને કૌશલ્ય દર્શાવવાનું મહત્વનું પ્લેટફોર્મ બની રહેલી KPLની અગાઉની ત્રણ સીઝનની સફળતા બાદ હવે સીઝન-4નું આયોજન કરવામાં આવ્યું છે. ઓક્શન દરમિયાન વિવિધ ટીમોના માલિકો અને મેનેજમેન્ટ દ્વારા પસંદગીના ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માટે ઉત્સાહપૂર્વક બોલી લગાવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમમાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો. ખેલાડીનું નામ જાહેર થતાં જ એક ટીમ દ્વારા બોલી લગાવવામાં આવતા અન્ય ટીમો દ્વારા બોલી વધારવામાં આવતી હતી અને ખેલાડી પસંદ થતાં ટીમના સભ્યો તથા સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. KPL સીઝન-4ના ઓક્શનમાં બોડેલી લાયન્સ, બોડેલી બુલ્સ, બોડેલી રાઈઝિંગ સ્ટાર, BM બ્લાસ્ટર્સ, AK-11, MM ટાઈગર્સ, સારા ડેવલોપર્સ, સહકાર-11 અને રૂસ્તમપુરા રાઈડર્સ સહિતની ટીમોએ ખેલાડીઓની પસંદગી કરી હતી. આયોજકોના જણાવ્યા મુજબ આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ સમાજના યુવાનોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવાનો, તેમનું સ્વાસ્થ્ય જાળવવાનો તેમજ ક્રિકેટ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા યુવાનોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક આપવાનો છે. ખેલાડીઓની પસંદગી બાદ હવે તમામ ટીમો આગામી નવેમ્બરમાં યોજાનારી KPL સીઝન-4 માટે મેદાનમાં ઉતરવા તૈયાર છે. ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આયોજકો ખત્રી વસીમ રઝા, ખત્રી યાસીન રંગવાલા, અકીલ ખત્રી દાદાવાલા, હારુનભાઈ ખત્રી તેમજ બોડેલીના અલીપુરા વિસ્તારના બાકડા ગ્રુપ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી નવેમ્બરમાં બોડેલીનું ક્રિકેટ મેદાન રોમાંચક ક્રિકેટ મુકાબલાઓથી ગુંજી ઊઠશે.

રિપોર્ટર તોસીફ ખત્રી

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો