SIR મુદ્દે કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા:જુઠ્ઠા દાવાઓ કરી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો કોંગ્રેસનો પ્રયાસ:નવસારી જિલ્લા ભાજપ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ 

નવસારી : ચૂંટણી કમિશનરો વચ્ચે કોઈ મતભેદ નથી, Form-6માં પણ ફેરફાર નહીં: નવસારી મેયર અશોકભાઈ ધોરાજીયા 

નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા SIR સહિતની ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાભાઈ શાહ, નવસારીના મેયર અશોકભાઈ ધોરાજિયા, જિલ્લા ભાજપના મહામંત્રી જિગર દેસાઈ, શાંતિલાલ પટેલ, ડૉ. લોચન શાસ્ત્રી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પત્રકાર પરિષદને સંબોધતા મેયર અશોકભાઈ ધોરાજિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી SIRને લઈને ચૂંટણી પંચ અંગે વિવિધ આક્ષેપો અને ગેરસમજ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરો દ્વારા સંયુક્ત પ્રેસ રિલીઝ મારફતે SIR સંબંધિત નિર્ણયો અંગે સ્પષ્ટતા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ચૂંટણી કમિશનરો વચ્ચે કોઈ મતભેદ નથી અને SIR સંબંધિત નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હોવાનું ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

અશોકભાઈ ધોરાજિયાએ વધુમાં જણાવ્યું હતું કે, SIR દરમિયાન મતદાર યાદીમાં નામ ઉમેરવા માટેના Form-6ના મૂળ સ્વરૂપમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. Form-6 સાથેની Declarationમાં અરજદાર પોતે અથવા તેના માતા-પિતા તથા દાદા-દાદી અગાઉની SIRની મતદાર યાદીમાં હતા કે નહીં તે અંગે વિગતો આપવાની વ્યવસ્થા અંગે પણ ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

નવસારી જિલ્લા ભાજપના જણાવ્યા અનુસાર, ચૂંટણી કમિશનરો વચ્ચે આંતરિક મતભેદ હોવાના આક્ષેપો અંગે સંયુક્ત નિવેદન બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. ભાજપે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા જેવા મહત્વપૂર્ણ વિષય અંગે ચર્ચા તથ્યો અને સત્તાવાર સ્પષ્ટતાઓના આધારે થવી જોઈએ અને ભ્રામક દાવાઓના આધારે જનતામાં ગેરસમજ ઊભી કરવી યોગ્ય નથી.

પત્રકાર પરિષદ દરમિયાન EVM, SIR અને ચૂંટણી પંચને લઈને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો પણ ભાજપ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભાજપના જણાવ્યા અનુસાર, ચૂંટણી પ્રક્રિયા અંગે વારંવાર શંકા ઊભી કરવામાં આવી રહી છે અને આવા મુદ્દાઓ પર જનતાએ સત્તાવાર તથ્યોને ધ્યાનમાં લેવા જોઈએ.

નવસારી જિલ્લા ભાજપે જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને તેના સમર્થક વર્તુળો દ્વારા બનાવવામાં આવતા કહેવાતા “Fake Narrative” મારફતે લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભાજપના જણાવ્યા અનુસાર, તથ્યો સામે આવા દાવાઓ લાંબા સમય સુધી ટકી શકતા નથી.

પત્રકાર પરિષદમાં ભાજપ દ્વારા લોકશાહી પ્રક્રિયા અને ચૂંટણી વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા તથા દેશની લોકતાંત્રિક સંસ્થાઓ અંગે પક્ષનો અભિગમ રજૂ કરવામાં આવ્યો હતો.

નવસારી જિલ્લા ભાજપે જણાવ્યું હતું કે SIR સહિત ચૂંટણી પ્રક્રિયા અંગેની ચર્ચા તથ્યો અને સત્તાવાર માહિતીના આધારે થવી જોઈએ તથા ભ્રામક માહિતીના આધારે પ્રજામાં ગેરસમજ ઊભી કરવાના પ્રયાસોથી દૂર રહેવું જોઈએ.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો