Rajkot: સેવા સંકલ્પ અભિયાન શિક્ષણ અને સુપોષણનો અનોખો સંગમ: ‘આંગણ મિલન ઉત્સવ

તા.૨૮/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

વાલી-શિક્ષક સંવાદ અને ભૂલકાંઓના કલરવ વચ્ચે ગોંડલ આંગણવાડી કેન્દ્ર નં. ૩૪માં યોજાયો ‘આંગણ મિલન ઉત્સવ’

Rajkot: રાજ્ય સરકાર દ્વારા નાગરિકો માટે સેવા અને સુશાસનની પ્રતીતિ કરાવતા ‘સેવા સંકલ્પ અભિયાન’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવાના ભગીરથ ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ રાજ્યભરમાં વિવિધ જનકલ્યાણકારી પ્રવૃત્તિઓ અને રચનાત્મક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

રાજય સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ બાળકોના પાયાના શિક્ષણ અને સુપોષણને મજબૂત બનાવવાના હેતુથી “આંગણ મિલન ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે ગોંડલ તાલુકાના ગોંડલ સિટી સેજાના આંગણવાડી કેન્દ્ર નં. ૩૪ ખાતે ‘આંગણ ઉત્સવ’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકો દ્વારા પ્રાર્થના, કવિતા અને વિવિધ રમતો રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન બાળકો માટે ઈનામ વિતરણ અને અન્નપ્રાશન સંસ્કાર યોજાયા હતા.

બાળકોના સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં એસ.આર.પી. ગૃપ નં. ૮ના સેનાપતિ શ્રી ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નગરપાલિકા સભ્ય શ્રી ઋષિરાજસિંહ જાડેજા, ગોંડલ શહેર અગ્રણી શ્રી અજયસિંહ ગોહેલ, બાળ વિકાસ યોજના અધિકારી શ્રી સોનલબેન વાળા, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ગોયેલ, કુંજ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પ્રવીણસિંહ જાડેજા, શ્રી સુભાષભાઈ જાદવ, એફ.એચ.ડબલ્યુ., આંગણવાડી વર્કર, હેલ્પર તેમજ આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા.

37
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો