દેડિયાપાડા કોલેજ ખાતે ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ અંતર્ગત ઓનલાઈન વેબિનાર યોજાયો*

દેડિયાપાડા કોલેજ ખાતે ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ અંતર્ગત ઓનલાઈન વેબિનાર યોજાયો*

તાહિર મેમણ – ડેડીયાપાડા – 29/09/2026 – સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા ખાતે ગતરોજ કોલેજના આચાર્યશ્રીની અધ્યક્ષતામાં ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ અંતર્ગત ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

વેબિનાર દરમિયાન માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, માન. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, સંતશ્રી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ અને માર્ગદર્શન રહ્યું હતું. કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિનું મહત્વ, આપણી સમૃદ્ધ પરંપરા, સાંસ્કૃતિક વારસો તેમજ જીવનમૂલ્યો અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.

 

આ પ્રસંગે ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ અંગે વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્પર્ધાનું આયોજન, વિદ્યાર્થીઓ દ્વારા તેમાં ભાગ લેવાની પ્રક્રિયા તેમજ સ્પર્ધા પૂર્ણ થયા બાદ વિજેતા વિદ્યાર્થીઓને આપવામાં આવનાર ઇનામો અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને વધુમાં વધુ સંખ્યામાં સ્પર્ધામાં ભાગ લઈ પોતાની વક્તૃત્વ પ્રતિભા, વિચારો અને સાંસ્કૃતિક સમજને અસરકારક રીતે રજૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 

વેબિનાર દરમિયાન ભારતીય સંસ્કૃતિમાં રહેલા સંસ્કાર, પરંપરા, જ્ઞાન અને જીવનમૂલ્યોને સમજવા તથા નવી પેઢી સુધી પહોંચાડવાના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આધુનિક યુગમાં પ્રગતિની સાથે પોતાની સાંસ્કૃતિક ઓળખ અને મૂળ સાથે જોડાયેલા રહેવાની આવશ્યકતા અંગે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

કોલેજના વિદ્યાર્થીઓએ સમગ્ર વેબિનારને ધ્યાનપૂર્વક નિહાળી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વેબિનારના માધ્યમથી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે જાગૃતિ કેળવાઈ હતી તેમજ ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’માં ભાગ લેવા માટે તેમને પ્રેરણા મળી હતી.

 

સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને સાંસ્કૃતિક દૃષ્ટિએ ઉપયોગી રહ્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓને પોતાની વક્તૃત્વ ક્ષમતા અને સર્જનાત્મક વિચારો રજૂ કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ મળ્યો હતો.

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો