સગીરાને અપહરણ કરી દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ.

સગીરાને અપહરણ કરી દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખત કેદ.

ઈડર સ્પે. પોક્સો કોર્ટનો હુકમ : રૂ.40 હજાર દંડ તથા ભોગ બનનારને રૂ.1 લાખ વળતર ચૂકવવાનો આદેશ..

કણાદર ગામની 13 વર્ષીય સગીરાને રિક્ષામાં બેસાડી ભિલોડા લઈ જઈ હાથમતી નદી વિસ્તારમાં ચાર દિવસ રાખ્યા બાદ આંબલી બજારમાં રૂમમાં રાખી વારંવાર દુષ્કર્મ આચરવાના કેસમાં ઈડરની સ્પે. પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને રૂ.40 હજારનો દંડ તથા ભોગ બનનારને રૂ.1 લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.
24 માર્ચ 2024ના રોજ આરોપી વિવેકકુમાર કાન્તીભાઈ પાંડોર (ઉં.20), રહે. મોટા કંથારીયા, તા.ભિલોડા, જી.અરવલ્લી સગીરાને કણાદરથી રિક્ષામાં બેસાડી ભિલોડા લઈ ગયો હતો. ત્યાં હાથમતી નદી વિસ્તારમાં ચાર દિવસ રાખ્યા બાદ ભિલોડાના આંબલી બજારમાં આવેલા રૂમમાં રાખી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ હતો. સગીરા પરત મળી આવ્યા બાદ સમગ્ર બનાવની હકીકત સામે આવી હતી.
ચિઠોડા પોલીસ મથકમાં ગુ.ર.નં.137/2024 નોંધાયો હતો. કેસની તપાસ પો.ઈ. ડી.એન. સાધુએ હાથ ધરી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. કેસ સ્પે. પોક્સો કેસ નં.16/2024 તરીકે ઈડરની કોર્ટમાં ચાલ્યો હતો.
કોર્ટમાં સરકાર તરફથી એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર પ્રણય જે. સોનીએ લેખિત તેમજ મૌખિક પુરાવા રજૂ કરી ભારપૂર્વક દલીલો કરી હતી. રજૂ થયેલા પુરાવા અને દલીલોને ધ્યાને લઈ ઈડરની સ્પે. પોક્સો કોર્ટના જજ એમ.વાય. રાધનપુરવાલાએ આરોપીને ભારતીય દંડ સંહિતાની કલમ 363, 376(2)(N), 376(3) તેમજ પોક્સો એક્ટની કલમ 4, 5(L) અને 6 હેઠળ તકસીરવાર ઠરાવી 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ.40 હજાર દંડનો હુકમ કર્યો હતો. કોર્ટના હુકમ મુજબ દંડની રકમમાંથી ભોગ બનનારને રકમ ચૂકવવા ઉપરાંત તેને રૂ.1 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો