MORBI:મોરબીના વીસીપરામાં ગેરકાયદે દેશી કટ્ટો નેફામાં ખોસતાં મિસફાયર: યુવકને જાંઘમા ગોળી વાગતાં ગંભીર, બે સામે ગુનો દાખલ

MORBI:મોરબીના વીસીપરામાં ગેરકાયદે દેશી કટ્ટો નેફામાં ખોસતાં મિસફાયર: યુવકને જાંઘમા ગોળી વાગતાં ગંભીર, બે સામે ગુનો દાખલ

મોરબી:શહેરના વીસીપરા વિસ્તારમાં મિત્ર પાસેથી સાચવવા રાખેલો ગેરકાયદે દેશી તમંચો (કટ્ટો) કમરના નેફામાં મૂકવા જતાં અચાનક મિસફાયર થતાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. રાત્રિના સમયે અચાનક છૂટેલી ગોળી ડાબી જાંઘના ભાગે વાગતાં યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. બનાવને પગલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ગેરકાયદે હથિયાર રાખવા અને બેદરકારી દાખવવા બદલ બે શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ તેજ કરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના રવાપર રોડ પર રહેતા આશિષ હેમંતભાઈ આદ્રોજા નામના શખ્સે પોતાની પાસે રહેલો જીવતા કારતૂસ સાથેનો ગેરકાયદે દેશી કટ્ટો તેના મિત્ર રાજેશભાઈ ખીમજીભાઈ પરમાર (રહે. વીસીપરા, મોરબી)ને સાચવવા માટે આપ્યો હતો. રાજેશ પરમારે આ ગેરકાયદે હથિયાર પોતાની કમરના નેફામાં ખોસવાનો પ્રયાસ કર્યો હતો, તે દરમિયાન અચાનક ટ્રિગર દબાઈ જતાં ધડાકાભેર ફાયરિંગ થયું હતું.

મિસફાયર થયેલી ગોળી સીધી રાજેશભાઈની ડાબી જાંઘમાં ઘૂસી જતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. ફાયરિંગના અવાજથી આસપાસ દોડધામ મચી ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં પડેલા ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો છે.આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ દ્વારા સરકાર તરફે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોતાની તેમજ અન્યોની સુરક્ષા જોખમાય તેવું બેદરકારીભર્યું કૃત્ય કરવા, ગેરકાયદે હથિયાર-દારૂગોળો રાખવા તેમજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી આશિષ આદ્રોજા અને રાજેશ પરમાર વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે હથિયાર ક્યાંથી લવાયું અને તેનો કોઈ ગુનાહિત હેતુ હતો કે કેમ તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો