વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
કચ્છ જિલ્લામાં સંયોજક તરીકે અલ્પેશભાઈ જાની અને ડૉ. પૂજાબેન જોષીની નિયુક્તિ
ભુજ,તા. ૩૦ સપ્ટેમ્બર : સંત શિરોમણિ શ્રી રવિદાસજીની જન્મજયંતિ અંતર્ગત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ–ગુજરાત દ્વારા રાજ્યવ્યાપી ઓનલાઈન મેગા ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓનલાઈન ક્વિઝ તા. 4 ઓક્ટોબર, 2026, રવિવારના રોજ યોજાનાર છે.ક્વિઝમાં કુલ 50 ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછવામાં આવશે. પ્રશ્નો માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા આપવામાં આવેલી PDFમાં સમાવિષ્ટ સાહિત્યને આધાર બનાવવામાં આવશે. સ્પર્ધામાં જવાબ આપવા માટેનો સમય પણ ગણતરીમાં લેવામાં આવશે.આ આયોજનને સુચારુ રીતે પાર પાડવા માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સંયોજકોની જવાબદારી નક્કી કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં સંયોજક તરીકે અલ્પેશભાઈ જાની તથા ડૉ.પૂજાબેન જોષીની નિમણૂક કરવામાં આવી છે.આ ઉપરાંત ક્વિઝના દિવસે સવારે 9:30 કલાકે ટેસ્ટ પેપરની લિંક ખુલશે, જ્યારે સવારે,10:30 કલાકે આન્સર કી ઉપલબ્ધ થશે. પરિણામ તા-11 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરવાની માહિતી આપવામાં આવી છે.સ્પર્ધામાં પ્રોત્સાહક ઇનામ તરીકે ગુજરાત રાજ્યમાં પ્રથમ પાંચ ક્રમ મેળવનાર વિદ્યાર્થી ભાઈઓ તથા પ્રથમ પાંચ ક્રમ મેળવનાર વિદ્યાર્થી બહેનોને શિક્ષણમંત્રીના વરદ હસ્તે પ્રમાણપત્ર આપવાની જોગવાઈ કરવામાં આવી છે.સંત શિરોમણિ શ્રી રવિદાસજીના જીવન, વિચારધારા અને સામાજિક સમરસતાના સંદેશને વિદ્યાર્થીઓ અને યુવા પેઢી સુધી પહોંચાડવાના હેતુથી યોજાનારી આ ઓનલાઈન મેગા ક્વિઝમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.












