MORBI:મોરબી મચ્છુ-૨ ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી આપવા સિંચાઈ વિભાગને રજૂઆત

ટંકારા-પડધરી મતવિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રીને પત્ર લખીને મચ્છુ-૨ ડેમ કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી પૂરું પાડવા ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે।

ધારાસભ્યશ્રીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ચોમાસાના પાછલા દિવસોમાં વરસાદ ખેંચાઈ જવાને કારણે ખેડૂતોના ખરીફ પાકના ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને ખેડૂતોની આવક ઘટી છે। બીજી તરફ, ચાલુ સાલ સારા વરસાદને કારણે મચ્છુ-૨ ડેમ બે વખત ઓવરફ્લો થયો હોવાથી ડેમમાં પૂરતો જળજથ્થો ઉપલબ્ધ છે।
ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને રાખીને, રવિ સીઝનમાં જીરું અને ઘઉં જેવા શિયાળુ પાકના વાવેતર માટે સમયસર પાણી મળી રહે તે હેતુથી સિંચાઈ વિભાગ દ્વારા તાકીદે પાણી છોડવામાં આવે તેવી ખાસ ભલામણ અને માંગણી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા કરવામાં આવી છે।













