શિનોર તાલુકા કોંગ્રેસ લઘુમતી મોરચા પ્રમુખપદે શેરૂભાઈ સિંધીની નિમણૂક કરાઈ

ફૈઝ ખત્રી..શિનોર

વડોદરા જિલ્લા કોંગ્રેસ લઘુમતી મોરચાના ચેરમેન હનીફ ઇસ્માઈલ જમાદાર દ્વારા શિનોર તાલુકા કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખપદે સુરાશામળના સિંધી શેર મહંમદ ઇબ્રાહીમ ઉર્ફે શેરૂભાઈની નિમણૂક કરવામાં આવી છે.

શિનોર તાલુકામાં લઘુમતી સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ પક્ષના સંગઠનની નીતિઓનો વ્યાપ વધારવા માટે સિંધી શેર મહંમદ ઇબ્રાહીમની કામગીરી અને સેવાઓને ધ્યાનમાં લઈને આ નિમણૂક કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

તા. 28 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના ચેરમેન વજીરખાન પઠાણની મંજૂરીની અપેક્ષાએ તેમને શિનોર તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

શેરૂભાઈ સિંધીની નિમણૂકને પગલે શિનોર તાલુકાના લઘુમતી સમાજમાં હર્ષની લાગણી જોવા મળી હતી.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો