MORBI :મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી અર્થે તંત્ર સતર્ક: દરોડા પાડી ૧ તરૂણ શ્રમિકને મુક્ત કરાવાયો

MORBI :મોરબી જિલ્લામાં બાળમજૂરી પ્રથા નાબૂદી અર્થે તંત્ર સતર્ક: દરોડા પાડી ૧ તરૂણ શ્રમિકને મુક્ત કરાવાયો

જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ દરોડા પાડી સંસ્થાઓ સામે કોર્ટ કેસ દાખલ કરાયા; હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકો માટે યોજાયો જાગૃતિ કાર્યક્રમ

મોરબી જિલ્લામાં બાળમજૂરીની પ્રથા સંપૂર્ણપણે નાબૂદ થાય અને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા ઓગસ્ટ માસ દરમિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા લાલાભાઈ બ્રેડવાળા, બસ સ્ટેશન સહિત મોરબી જિલ્લાના ૦૨ સ્થળોએ આકસ્મિક દરોડા પાડીને કાયદેસરની સઘન કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ૧ તરૂણ શ્રમિકને બાળમજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યો હતો તેમજ નિયમભંગ કરનાર સંબંધિત સંસ્થાઓ સામે કોર્ટ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

 

આ ઉપરાંત, તા. ૧૭/૦૯/૨૦૨૬ ના રોજ મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકો માટે બાળમજૂરી પ્રથા નાબૂદી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત તમામ સંચાલકોને બાળમજૂરી અંગેના કાયદાકીય જોગવાઈઓની વિસ્તૃત માહિતી પૂરી પાડી પોતાની સંસ્થાઓ કે વ્યવસાયિક એકમોમાં બાળકો કે તરૂણ શ્રમિકોને કામે ન રાખવા માટે કડક અપીલ કરવામાં આવી હતી.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો