“સેવા મારું યોગદાન” અંતર્ગત અનઅધિકૃત LED લાઈટનો ઉપયોગ કરતા વાહનો સામે એન્ફોર્સમેન્ટની કામગીરી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૩૦ સપ્ટેમ્બર : વડાપ્રધાનના ૨૫ વર્ષના સેવા અને સુશાસન સંદર્ભે તા.૧૭/૧૦/૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજાનાર છે. આ અભિયાનમાં ‘સેવા મારું યોગદાન’ થીમ અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, ભુજ-કચ્છ દ્વારા રોડ સેફ્ટી અંતર્ગત વાહનોમાં અનઅધિકૃત તથા વધુ તીવ્રતા વાળા LED લાઈટના ઉપયોગને અટકાવવા માટે સઘન એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવેલ હતી.આ કાર્યવાહી દરમિયાન માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને વાહનોની ચકાસણી કરવામાં આવી હતી તથા નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે મોટર વાહન અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કુલ-૫૫ વાહનોને અત્રેની કચેરીના ચેકિંગ અધિકારીઓ દ્વારા ચલણ ઇસ્યુ કરી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલ હતી.વધુમાં અત્રેની કચેરીના અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને અનઅધિકૃત અને વધુ તીવ્રતા વાળી LED લાઈટો દૂર કરવા તેમજ વાહનોમાં મંજુર ધોરણ મુજબની લાઈટોનો જ ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો