માળીયા હળવદ હાઇવે રોડ પર અજાણ્યા વાહન દ્વારા નીલ ગાયને ટક્કર મારતા મોત

માળીયા હળવદ હાઇવે પર ખાખરેચી અને માણાબા ગામના પાટીયા વચ્ચે રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે નીલ ગાયને ટક્કર મારતા ઘટના સ્થળે નીલ ગાયનું મોત નીપજ્યું હતું

 

મળતી માહિતી મુજબ માળિયા હળવદ હાઇવે પર ખાખરેચી અને માણાબા ગામના પાટીયા વચ્ચે રાત્રિ દરમિયાન નીલ ગાયને કોઈ અજાણ્યા વાહન દ્વારા ટક્કર લાગતા નીલગાય નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે માળીયા વન વિભાગને જાણ કરાતા વન વિભાગના કર્મચારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વન વિભાગ સ્ટાફ ના.જે. એ. પીપરીયા અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્થાનિક સેવાભાવી માણસો અને જેસીબી ની મદદ થી ખાડો ખોદી ખાડામાં મીઠું નાખી નીલ ગાયની દફનવિધિ કરવામાં આવી હતી

રિપોર્ટ ઈશાક પલેજા

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો