યોગેશ કાનાબાર રાજુલા

ખેલ મહાકુંભ-૨૦૨૬: રાજુલાના જય રાઠોડે ચેસ સ્પર્ધામાં સતત બીજા વર્ષે મેળવ્યો બીજો ક્રમ

સમાચાર:
રાજુલા તાલુકામાં યોજાયેલી તાલુકા કક્ષાની અન્ડર-14 ચેસ સ્પર્ધામાં સેન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થીનું શાનદાર પ્રદર્શન
ખેલ મહાકુંભ–૨૦૨૬ અંતર્ગત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં તાલુકા કક્ષાની અન્ડર-14 ચેસ સ્પર્ધાનું આયોજન રામપરા-૨ વૃંદાવન શાળા ખાતે કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં સેન્ટ મેરી સ્કૂલ, રાજુલામાં ધોરણ-૬માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જયભાઈ સુરેશભાઈ રાઠોડે ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. કુલ ૬ રાઉન્ડમાં વિજય મેળવી જય રાઠોડે રાજુલા તાલુકા કક્ષાએ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
નોંધનીય છે કે જય રાઠોડે સતત બીજા વર્ષે તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી પોતાની પ્રતિભા અને ચેસ રમતમાં કુશળતાનું સુંદર પ્રદર્શન કર્યું છે.
જય રાઠોડની આ સિદ્ધિ બદલ પરિવારજનો, શિક્ષકો અને શાળા પરિવાર સહિત રમતપ્રેમીઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આગામી સ્પર્ધાઓમાં પણ તે વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.










