નવસારી: સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત નવસારી ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર પર વિશેષ ભાર; મેયર, કમિશનર સહિત પદાધિકારીઓ-અધિકારીઓ અને સફાઈકર્મીઓ ઉપસ્થિત

સમગ્ર દેશમાં ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૬’ અભિયાન અંતર્ગત નવી દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું નવસારી ટાઉન હોલ ખાતે આજે સવારે ૮:૩૦ કલાકે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

‘સ્વચ્છ ભારત, વિકસિત ભારત’ અને ‘સ્વચ્છતા મેં સહભાગ’ના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં ખાસ કરીને ‘સફાઈમિત્ર સુરક્ષા એવં સન્માન શિબિર’ પર ભાર મૂકવામાં આવ્યો હતો. નવી દિલ્હીથી થયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું નવસારી મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સફાઈ સાથીઓએ રસપૂર્વક જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા, મ્યુનિસિપલ કમિશનર જયેશભાઈ ઉપાધ્યાય (IAS), કોર્પોરેટરો, વિવિધ સમિતિઓના ચેરમેન, ચૂંટાયેલા પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સફાઈ સાથીઓઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન શહેરની સ્વચ્છતા જાળવવામાં સફાઈમિત્રોના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. સફાઈકર્મીઓની સુરક્ષા, આરોગ્ય, કલ્યાણ અને જરૂરી સુરક્ષા સાધનો અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

નવસારી શહેરને સ્વચ્છતા રેન્કિંગમાં વધુ આગળ લઈ જવા માટે માત્ર તંત્ર જ નહીં પરંતુ નાગરિકોની પણ સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું જણાવી, ઉપસ્થિતોએ સ્વચ્છતા અભિયાનમાં સતત સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો