MALIYA:માળિયા મિયાણાના સુલતાનપુરમાં જૂની અદાવતનો ખાર રાખી બે યુવાનો પર ચાર શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો 

MALIYA:માળિયા મિયાણાના સુલતાનપુરમાં જૂની અદાવતનો ખાર રાખી બે યુવાનો પર ચાર શખ્સોએ ધોકા વડે હુમલો કર્યો

 

માળિયા મિયાણા તાલુકાના સુલતાનપુર ગામમાં જૂની બોલાચાલીની અદાવતમાં ચાર સગા ભાઈઓએ એકસંપ થઈ બે યુવાનો પર લાકડાના ધોકા વડે હુમલો કરી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ઇજાગ્રસ્ત યુવાને માળિયા મિયાણા પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે.

મળતી વિગતો અનુસાર, સુલતાનપુર ગામે રહેતા સુનિલભાઈ લાભુભાઈ દેગામા (ઉં.વ. ૨૫)ને અગાઉ ગામના જ અક્ષયભાઈ અમરશીભાઈ સીતાપરા સાથે ઝઘડો થયો હતો. અગાઉ થયેલી બોલાચાલીને પગલે આરોપી અક્ષય ફરિયાદી સુનિલભાઈ સામે જોઈને ઈશારા કરતો હતો. જેથી સુનિલભાઈએ તેને આવું ન કરવા બાબતે સમજાવ્યો હતો, જેનું મનદુઃખ અને ખાર આરોપીઓએ મનમાં રાખ્યો હતો.

દરમિયાન સુનિલભાઈ અને તેમના મિત્ર વિક્રમભાઈ બંને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે અક્ષયભાઈ અમરશીભાઈ સીતાપરા, મહીપતભાઇ અમરશીભાઈ સીતાપરા, રાહુલભાઈ અમરશીભાઈ સીતાપરા અને અજયભાઇ અમરશીભાઇ સીતાપરા નામના ચારેય ભાઈઓએ એકસંપ થઈ બંનેને આંતર્યા હતા. ચારેય શખ્સોએ લાકડાના ધોકા વડે સુનિલભાઈ પર હુમલો કરી માથા, પીઠ તથા ડાબા હાથના ભાગે મૂંઢ માર માર્યો હતો.

આ વેળાએ સાથે રહેલા વિક્રમભાઈ વચ્ચે પડી સુનિલભાઈને છોડાવવા જતાં આરોપીઓએ તેમના પર પણ ધોકા વડે હુમલો કરી બંને પગે તથા જમણા હાથે ગંભીર મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ આરોપીઓએ બંને યુવાનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે સુનિલભાઈ દેગામાની ફરિયાદના આધારે માળિયા મિયાણા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો