વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૧ ઓક્ટોબર : 480 જેટલા બ્રહ્મસમાજના ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો.
ભુજ: શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ તથા મહિલા પાંખના સંયુક્ત ઉપક્રમે તા. 26 અને 27 સપ્ટેમ્બર, 2026ના રોજ પરશુરામ મંદિર ચોક, ભુજ ખાતે આવેલી રાજગોર સમાજવાડીમાં નિઃશુલ્ક ગરબા વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રવિભાઈ ત્રવાડી તથા મહિલા પાંખના પ્રમુખ ભક્તિબેન જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ બે દિવસીય વર્કશોપમાં સમાજના અંદાજે 480 ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોરિયોગ્રાફર ચિન્મયભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા પ્રાચીન, અર્વાચીન, બેઝિક, એડવાન્સ તેમજ વિવિધ પ્રકારના ગરબાના સ્ટેપ્સ સરળ અને રસપ્રદ રીતે શીખવવામાં આવ્યા હતા. નાના બાળકોથી લઈને બહેનો અને ભાઈઓ સુધીના તમામ વયજૂથના સભ્યોએ આનંદ અને ઉત્સાહ સાથે ગરબા શીખ્યા હતા.
તા. 27 સપ્ટેમ્બરે સમાપન પ્રસંગે શ્રીમતી ભક્તિબેન મુકેશભાઈ જોશીના પરિવાર તરફથી અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચિન્મયભાઈ ભટ્ટ પરિવાર તરફથી બાળકો અને બહેનોમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ કરનારને ₹500 – ₹500ના ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.
ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રવિભાઈ ત્રવાડીએ જણાવ્યું હતું કે, આ વર્કશોપને મળેલા ઉત્સાહ અને સમાજના ભાઈ-બહેનોના અભૂતપૂર્વ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આવનારા વર્ષોમાં 10 દિવસીય ગરબા વર્કશોપ યોજવાનું આયોજન કરવામાં આવશે.આ કાર્યક્રમને સફળ બનાવવા સૌરાષ્ટ્ર-કચ્છના ટ્રસ્ટી હીરાલાલભાઈ અજાણી, પૂર્વ પ્રમુખ રાજેશભાઈ ગોર, રાજગોર સમાજના પ્રમુખ વિજયભાઈ ગોર, ભરતભાઈ ગોર, નિખિલભાઈ ગોર, અલ્પેશભાઈ જાની, યુવા પાંખના પ્રમુખ અનિકભાઈ જોશી સહિતના આગેવાનો તથા તેમની ટીમની ઉપસ્થિતિ અને સહયોગ રહ્યો હતો. કપિલભાઈ ગોર (ફાઇન વિડિઓ) તરફથી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી.












