સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ: રોગચાળો બેકાબૂ, CRP કિટ ખૂટતાં દર્દીઓ પરેશાન

તા.01/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

મિશ્ર ઋતુ અને વરસાદી પાણીના ભરાવાને કારણે ડેન્ગ્યુ-મેલેરિયાનો ઉપદ્રવ વધ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં બદલાતા વાતાવરણ અને મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. બપોરે તીવ્ર તડકો અને સાંજે ઠંડકના કારણે શરદી, ઉધરસ, તાવ અને ઇન્ફેક્શનના દર્દીઓની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે, જેને પગલે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ભરાઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં જ સિવિલ હોસ્પિટલની OPDમાં ૭૦૦થી વધુ દર્દીઓ નોંધાયા છે, જ્યારે ૧૦ જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસો સામે આવતાં સેમ્પલ લેબ ટેસ્ટિંગ માટે મોકલાયા છે. ૨૪ કલાક દરમિયાન હોસ્પિટલની લેબોરેટરીમાં ૯૦૦ જેટલા વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, લેબોરેટરીમાં સીઆરપી કિટ ખૂટી જતાં દર્દીઓને નાછૂટકે ખાનગી લેબમાં મોંઘા ભાવે રિપોર્ટ કરાવવા મજબૂર બનવું પડ્યું હતું. શહેરના ૫૦થી વધુ ખુલ્લા અને સરકારી પ્લોટોમાં વરસાદી પાણી ભરાયેલા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જે ડેન્ગ્યુ અને મેલેરિયા ફેલાવાનું મુખ્ય કારણ બન્યું છે. ઇનચાર્જ સિવિલ સર્જન ડૉ. નિલેશ ખાટે જણાવ્યું હતું કે, દર્દીઓને યોગ્ય સારવાર અને દવાઓ મળી રહે તે પ્રાથમિકતા છે અને જરૂરિયાત મુજબ દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ, ડેન્ગ્યુ-મેલેરિયા અધિકારી ડૉ. જયેશ રાઠોડે ઉમેર્યું હતું કે, પાણીના નિકાલ બાદ દવા છંટકાવ, ફોગિંગ અને ઘરોમાં પાણીના ભરાયેલા પાત્રોનો નાશ કરવાની ઝુંબેશ ટીમો દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. રોગચાળાને ડામવા તંત્ર દ્વારા વધુ કડક પગલાં લેવાય તે જરૂરી બન્યું છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો