મુળીના ઉમરડા ગામે જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીની મુલાકાત: લોકપ્રશ્નોના નિકાલ માટે તંત્ર દોડતું થયું

તા.01/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર 

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી દ્વારા વહીવટી કામગીરીને વધુ સુદ્રઢ અને પારદર્શક બનાવવાના ભાગરૂપે મુળી તાલુકાના ઉમરડા ગામની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે પ્રાંત અધિકારી એસ. વી. કલસરીયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના ગ્રામીણ પ્રવાસે સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચાવી દીધી હતી. કલેક્ટર સોલંકીએ સૌપ્રથમ ઉમરડા ગ્રામ પંચાયત ખાતે પહોંચીને તલાટી મંત્રીની સામાન્ય દફતર તપાસણી હાથ ધરી હતી. પંચાયતના રેકોર્ડની બારીકાઈથી ચકાસણી કરતા તેમણે દફતરી રેકોર્ડ સત્વરે અધ્યતન કરવા સ્પષ્ટ આદેશ આપ્યા હતા. આ ઉપરાંત, ‘ફાર્મર રજિસ્ટ્રી’ અંતર્ગત બાકી રહેલા તમામ ખેડૂતોનું નોંધણી કાર્ય સત્વરે પૂર્ણ કરવા તથા રેવન્યુ તલાટીને પોતાના હસ્તકનું તમામ રેકોર્ડ આગામી તા. ૧૫/૧૦/૨૦૨૬ સુધીમાં મેળવી લેવા માટે આકરા દિશા-નિર્દેશો આપ્યા હતા. પંચાયત મુલાકાત બાદ કલેક્ટરએ ગામના નાગરિકો સાથે રૂબરૂ બેઠક યોજી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલા સ્થાનિક પ્રશ્નો અને વિવિધ રજૂઆતોને તેમણે ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી હતી. કલેક્ટરે તમામ મુશ્કેલીઓ પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવીને સંબંધિત અધિકારીઓને તેનો ઝડપી અને ગુણવત્તાસભર નિકાલ કરવા તાકીદ કરી હતી. શાળાના બાળકો સાથે ઘડીક બાળપણ માણ્યું

ત્યારબાદ, જિલ્લા કલેક્ટરે ઉમરડા કન્યા અને કુમાર પ્રાથમિક શાળાની વિશેષ મુલાકાત લીધી હતી. તેમણે શાળાની શૈક્ષણિક વ્યવસ્થા, વિદ્યાર્થીઓની અભ્યાસલક્ષી પ્રવૃત્તિઓ અને શાળા પરિસરમાં સ્વચ્છતાની સ્થિતિ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. કલેક્ટરે વર્ગખંડોમાં જઈ નાના બાળકો સાથે આત્મીયતા પૂર્વક સંવાદ સાધ્યો હતો અને તેમના અભ્યાસ અંગે પૃચ્છા કરી હતી. કલેક્ટરના સરળ અને વહાણસોયા વર્તનથી બાળકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે બાળકોને મન લગાવીને ભણવા અને ભવિષ્યમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. આ મુલાકાતથી ઉમરડા ગામના નાગરિકોમાં વહીવટી તંત્રની કાર્યશૈલી પ્રત્યે ભારે સંતોષની લાગણી વ્યાપી ગઈ છે.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો