બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજમાં આગામી મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે પુસ્તક પ્રદર્શનનું આયોજન કરાયું

બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢના ગ્રંથાલય વિભાગ દ્વારા આવતીકાલે તારીખ ૦૨/૧૦/૨૦૨૬ ના રોજ રાષ્ટ્રપિતા પૂજનીય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોમાં મહાત્મા ગાંધીજીના જીવન, વિચારો અને આદર્શો અંગે જાગૃતિ કેળવવાનો તેમજ વાંચન પ્રત્યે રસ વધારવાનો હતો.આ પુસ્તક પ્રદર્શનમાં મહાત્મા ગાંધીજીના જીવન ચરિત્ર, સાહિત્ય, સ્વાતંત્ર્ય આંદોલનમાં તેમના યોગદાન, તેમના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને ઉજાગર કરતાં વિવિધ પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવશે. ગાંધીજીના વિચારો અને જીવનમૂલ્યોને સમજવા માટે આ પુસ્તક પ્રદર્શન વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બની રહ્યું હતું.આ સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ આચાર્યશ્રીએ ગ્રંથપાલ શ્રી એ.સી.વાઘેલા તથા સમગ્ર ગ્રંથાલય સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દ્વારા “વાંચન એ જ્ઞાન તરફ જવાનો શ્રેષ્ઠ માર્ગ છે” એવો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. તેમ આચાર્યશ્રી, બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો