સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અભિયાન અંતર્ગત લુણાવાડા ખાતે પ્રભારી મંત્રીશ્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છતા માટે શ્રમદાન’ કાર્યક્રમ યોજાયો ****

સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ અભિયાન અંતર્ગત લુણાવાડા ખાતે પ્રભારી મંત્રીશ્રી પી. સી. બરંડાના અધ્યક્ષસ્થાને ‘સ્વચ્છતા માટે શ્રમદાન’ કાર્યક્રમ યોજાયો
****

અમીન કોઠારી મહીસાગર

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી અને ડીડીઓશ્રી સહિતના પદાધિકારીઓ-અધિકારીઓએ શ્રમદાન કર્યું
****
પ્રભારી મંત્રીશ્રીએ વેપારીઓ-દુકાનદારો સાથે સંવાદ સાધી પરિસરમાં સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો
****

ભારત સરકાર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટે જનઆંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સ્વચ્છ ભારત મિશન હેઠળ ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન “સ્વચ્છતા મેં સહભાગ, સ્વચ્છ ભારત, વિકસિત ભારત” થીમ સાથે ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૬’ ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે લુણાવાડા નગરપાલિકા દ્વારા “એક દિવસ – એક કલાક – એક સાથે : સ્વચ્છતા માટે શ્રમદાન” પહેલ અંતર્ગત લુણાવાડાના ગોધરા રોડ સ્થિત કોટેજ ચોકડી ખાતે શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પી. સી. બરંડાએ ઉપસ્થિત રહી જાતે શ્રમદાન કરી સ્વચ્છતા ઝુંબેશનું નેતૃત્વ કર્યું હતું. તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પુવાર, ધારાસભ્યશ્રી નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ) શ્રી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) ના નિયામકશ્રી, લુણાવાડા નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ પ્રાંત અધિકારીશ્રી સહિતના વહીવટી અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈને સઘન સફાઈ કરી શ્રમદાન કર્યું હતું.

શ્રમદાન કાર્યક્રમ દરમિયાન પ્રભારી મંત્રીશ્રી પી. સી. બરંડાએ માર્ગ પર આવેલા વેપારીઓ અને દુકાનદારો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે વેપારીઓને પોતાની દુકાનોની આસપાસ ડસ્ટબિનનો ઉપયોગ કરવા, કચરો જાહેર માર્ગો પર ન ફેંકવા તેમજ સ્વચ્છ અને સ્વસ્થ પરિસર બનાવી રાખવામાં સહયોગ આપવા ખાસ અનુરોધ કર્યો હતો. સૌના સામૂહિક પ્રયાસોથી જ સ્વચ્છ ભારત અને વિકસિત ભારતનું નિર્માણ થઈ શકે તેવો સંદેશ આ પ્રસંગે આપવામાં આવ્યો હતો.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો